લગ્ન રોકી વરરાજા અને પંડિતને DMએ માર્યા લાફા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

પશ્ચિમ ત્રિપુરાના જિલ્લા અધિકારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક લગ્નના હોલમાં રેડ પાડી રહ્યો છે, જ્યાં કોરોનાના નિયમોની અવગણના થઈ રહી હતી.

  • tv9 webdesk39
  • Published On - 17:15 PM, 28 Apr 2021
લગ્ન રોકી વરરાજા અને પંડિતને DMએ માર્યા લાફા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

પશ્ચિમ ત્રિપુરાના જિલ્લા અધિકારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક લગ્નના હોલમાં રેડ પાડી રહ્યો છે, જ્યાં કોરોનાના નિયમોની અવગણના થઈ રહી હતી. આ વીડિયોમાં જિલ્લાધિકારી શૈલેષ યાદવ ખૂબ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે અને હોલમાં ઉપસ્થિત પોલીસકર્મીઓ પર પણ બૂમો પાડી રહ્યા છે. જો કે વીડિયો વાયરલ થતાં અને મુખ્યમંત્રી વચ્ચે પડતા ડીએમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

 

વીડિયોમાં ડીએમ પોલીસકર્મીઓને આદેશ આપી રહ્યો છે કે તે દુલ્હા અને દુલ્હન સહિત બધા લોકોને હોલની બહાર કાઢે અને બધાની ધરપકડ કરવાની પણ વાત કરી. ડીએમ શૈલેષે કહ્યું કે આ બધા વિરુદ્ધ નાઈટ કર્ફ્યુ અને મહામારી આપદા કાનૂન અંતર્ગત ગુનો નોંધવામાં આવે. સાથે જ ડીએમ શૈલેષ યાદવે ત્યાં હાજર પોલીસકર્મીઓ પર પણ આરોપ લગાવ્યો કે તેઓ પ્રશાસનને સહયોગ નથી કરી રહ્યા. વીડિયોમાં તે અગરતલા પોલીસ સ્ટેશનના પ્રભારીને સસ્પેન્ડ કરાવવાની પણ વાત કરી રહ્યા હતા.

 

જો કે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકોએ જિલ્લા અધિકારીના આ વર્તન પર સવાલ ઉઠાવવાના શરૂ કર્યા. યૂઝર્સે આ વીડિયો પર કમેન્ટ કરતા જિલ્લા અધિકારીના વર્તનની નિંદા કરી અને કહ્યું કે પ્રશાસનને ફક્ત સામાન્ય જનતા જ દેખાય છે, કાર્યવાહી કરવા માટે કોઈ નેતા નહીં. સાથે જ જિલ્લા અધિકારીએ લગ્નને રોકવા બદલ માફી માંગી અને કહ્યું કે તેમનો ઉદ્દેશ કોઈની લાગણીઓને આહત કરવાનો ન હતો સાથે જ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવએ મુખ્ય સચિવ મનોજ કુમાર પાસે ઘટનાને લઈને રિપોર્ટ તૈયાર કરવા કહ્યુ.

 

તમને જણાવી દઈએ કે લગ્ન પ્રસંગને રોકતો આ વીડિયો અધિકારીના વિરુદ્ધ જઈ રહ્યો છે. ત્રિપુરામાં અગરતલા પશ્ચિમના જિલ્લા અધિકારી શૈલેષ યાદવના વિરુદ્ધ બીજેપીના પાંચ ધારાસભ્યોએ તપાસની માંગ કરી છે.

 

વરરાજા અને પંડિતને લાફા માર્યા

વીડિયોમાં આ જિલ્લા અધિકારી લગ્ન રોકવાની સાથે જ ગુસ્સામાં પંડિત અને વરરાજા સાથે મારપીટ કરતા પણ જોવા મળ્યા, જેને લઈને સોશિયલ મીડિયા પર લોકો આ અધિકારીની નિંદા કરી રહ્યા છે સાથે જ વીડિયોના વાયરલ થતાં જ લોકો રાજકીય રેલીઓ પર ટિપ્પણી કરવા લાગ્યા અને કહ્યું કે ફક્ત સામાન્ય જનતાને જ અધિકારીઓ હેરાન કરે છે. મોટી મોટી રેલીઓ કરનાર નેતા આમને નથી દેખાતા. લોકોએ સવાલ પુછ્યા કે વરારાજા તેમજ પંડિતને મારવાનો હક અધિકારીને કોણે આપ્યો.

 

આ પણ વાંચો: વેક્સિનની શોર્ટેજના અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર કર્યા ડેટા, જાણો કયા રાજ્ય પાસે છે કેટલા ડોઝ