Viral : પિતા-પુત્રની જોડીએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, અંકલના ડાન્સ સ્ટેપ જોઈને તમે પણ દંગ રહી જશો !

આજકાલ એક પિતા-પુત્રની જોડી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે, બાદશાહના સોંગ પર ડાન્સ કરતા આ અંકલને જોઈને તમે પણ ખુશ થઈ જશો.

Viral : પિતા-પુત્રની જોડીએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, અંકલના ડાન્સ સ્ટેપ જોઈને તમે પણ દંગ રહી જશો !
Dance video goes viral
| Edited By: | Updated on: Nov 27, 2021 | 9:06 AM

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ ડાન્સ વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને લોકોનો દિવસ બની જાય છે. આ દિવસોમાં ફરી એક અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા(Social Media)  પર સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમારો ચહેરો પણ ખુશીથી ચમકી ઉઠશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક અમેરિકન(American) વ્યક્તિ ભારતીય સિંગર બાદશાહના(Singer Bhadshah) સોંગ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

ડાન્સિંગ ડેડ સોશિયલ મીડિયા પર છવાયા

અમેરિકાના રિકી પોન્ડ (Ricky Pond) નામના વ્યક્તિના વીડિયો ભારતના યુઝર્સને ખુબ પસંદ આવે છે. તેના હોટ ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. હવે ફરી એકવાર ડાન્સિંગ ડેડ તેના ખાસ ડાન્સ પરફોર્મન્સથી સોશિયલ મીડિયા પર છવાયેલ છે.ડાન્સિંગ ડેડ તરીકે પ્રખ્યાત રિકી પોન્ડે તેના ડાન્સ પરફોર્મન્સ માટે બાદશાહનું નવું સોંગ ‘જુગનૂ’ પસંદ કર્યું છે.

ખાસ વાત એ છે કે આ વખતે તેમનો દીકરો પણ તેમની સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે રિકી તેના પુત્ર સાથે ફાયરફ્લાય પર ડાન્સ કરી રહ્યો છે. રિકી પોન્ડના આ ડાન્સ વીડિયોને(Dance Video)  લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

જુઓ વીડિયો

યુઝર્સ ડાન્સિંગ ડેડની કરી પ્રશંસા

તમને જણાવી દઈએ કે, રિકી પોન્ડની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ (Fan Following) છે. તેમણે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે, જેમાં તે અલગ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. જ્યારે પણ રિકી પોન્ડ ડાન્સ વીડિયો શેર કરે છે ત્યારે લોકો તેના પર પ્રતિક્રિયા આપતા પણ જોવા મળે છે. તેનો નવો વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, આવો ડાન્સ કોઈનું પણ દિલ ખુશ કરી શકે છે. જ્યારે અન્ય એક યુઝરે (User) કહ્યું કે, જ્યારે પણ તમે કંટાળો અનુભવો ત્યારે રિકી પોન્ડનો ડાન્સ જુઓ.

 

આ પણ વાંચો : Viral Video : આ ચોરે તો ભારે કરી ! ચોરીની આ સ્ટાઈલ જોઈને ખુદ પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ

આ પણ વાંચો : Video : લગ્નમાં આ દોસ્તે એવી મજાક કરી કે વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ “દોસ્ત હો તો ઐસા”