Viral Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર નાના બાળકોના વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમા કેટલાક વીડિયો એવા હોય છે, જેમાં બાળકોની હરકત જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય ફણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ક્યુટ ગર્લને જોઈને તમે પણ ખુશ થઈ જશો.
ક્યૂટ ગર્લ સિક્યુરિટી ગાર્ડ પાસે માંગી રહી છે પરમિશન
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એરપોર્ટ પર આ બાળકી સિક્યુરિટી ગાર્ડની (Airport Security Guard) પાસે જતી જોવા મળે છે. બાદમાં તે તેમના માસીને ગળે મળવા માટે પરમિશન (Permission) માંગતી જોવા મળે છે. આ બાળકની નાદાની જોઈને સૌ કોઈ ખુશ થતા જોવા મળે છે. આ બાળકીની વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ક્યુટ ગર્લને યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યા છે.
જુઓ વીડિયો
She asked the officer permission to say goodbye to her aunt at the airport. pic.twitter.com/bcsb9rnxt6
— Kaptan Hindustan™ (@KaptanHindostan) October 14, 2021
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @KaptanHindostan નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, બાળકીને એમ હશે કે એરપોર્ટ (Airport) પર સંબધીઓને મળવાની પણ પરમિશન લેવી પડે…જ્યારે એન્ય યુઝર્સ પણ આ ક્યુટ ગર્લના અંદાજની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : દિકરીના જન્મની અનોખી ઉજવણી, દિકરીનો જન્મ થતા આ પેટ્રોલ પંપના માલિકે ગ્રાહકોને આપ્યું ‘ફ્રી પેટ્રોલ’
આ પણ વાંચો : TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: જ્યારે ઇન્ટરવ્યૂઅરે સવાલ પુછ્યો તમે જીવનમાં કેટલું જોખમ લઇ શકો છો
Published On - 2:18 pm, Sat, 16 October 21