Trending Video : આ કેવો પ્રવાસી ? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મધ્યપ્રદેશના હાઇવે પર ચાલતી ઓટો-રિક્ષાની છત પર એક મગર બાંધેલો છે. જો કે, આ વીડિયોની ચકાસણી કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર તેની સત્યતા અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

Trending Video : આ કેવો પ્રવાસી ? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ
Crocodile Trending Video
Image Credit source: Instagram/the_india_report
| Updated on: Jul 18, 2026 | 12:59 PM

મગરનું નામ સાંભળતા જ લોકોના મનમાં ખતરનાક શિકારીની છબી ઉભી થાય છે. જેનાથી દરેક વ્યક્તિ અંતર જાળવવા માંગે છે. પોતાના મજબૂત જડબા, તીક્ષ્ણ દાંત અને ક્ષણભરમાં શિકારને પકડી લેવાની ક્ષમતાને કારણે મગરને દુનિયાનો સૌથી ખતરનાક જીવ માનવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો સામાન્ય રીતે તેને પ્રાણી સંગ્રહાલય, નદીઓ, તળાવો અથવા જંગલો જેવા વિસ્તારોમાં જોવાની અપેક્ષા રાખે છે. પરંતુ કલ્પના કરો કે કોઈ રસ્તા પર દોડતા ઓટો-રિક્ષાની છત પર મગર બાંધેલો જોવા મળે તો કોઈની પણ નજર ત્યાં જ અટકી જાય. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

લોકએ શું કહ્યું?

વિડીયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી શેર થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાંની સાથે જ લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે તેમાં દેખાતો મગર વાસ્તવિક છે કે નહીં. કેટલાક લોકો દાવો કરે છે કે વીડિયો એકદમ વાસ્તવિક લાગે છે અને મગરને કોઈ કારણસર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો હોઈ શકે છે.

બીજી બાજુ, ઘણા યુઝર્સ આ વીડિયોથી સહમત નથી. તેમનું કહેવું છે કે આજકાલ AI સાથે આવા વીડિયો બનાવવાનું હવે મુશ્કેલ નથી. તેથી, નક્કર પુરાવા વિના આવા વીડિયો પર વિશ્વાસ કરવો નહીં. સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થાય છે. પરંતુ તે બધા સાચા નથી હોતા. તેથી કોઈપણ વાયરલ સામગ્રી શેર કરતા પહેલા અથવા તેના પર વિશ્વાસ કરતા પહેલા હકીકતોની ચકાસણી કરવી.

આ પણ વાંચો, Trending Video : ભક્તિ કે વ્યૂઝની ભૂખ ? પવિત્ર લાઈનમાં ઊભી રહીને ઠુમકા લગાવતી ‘રીલબાજ’ યુવતીને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો

Follow Us