જીવનમાં ખુશ રહેવાની અને ખુશ થવાની રીત, તેનો અર્થ દરેક માટે અલગ અલગ હોઈ શકે છે. કેટલાક માટે શાંતિથી સવું હોઈ શકે છે તો કેટલાક માટે તે પોતાના મિત્રો સાથે સમય વિતાવવું હોઈ શકે છે. ત્યારે કેટલાક લોકો માટે, ખુશીનો અર્થ તેમના સપના સાકાર કરવા પણ હોઈ શકે છે, પરંતુ તે બધામાં સૌથી અલગ બાળકો છે જેઓ પોતે ખુશ રહેવા કંઈક શોધી લેતા હોય છે.
તાજેતરના દિવસોમાં આવો જ એક વીડિયો (Viral Videos) સામે આવ્યો છે. જે જોયા પછી તમે પણ સમજી જશો કે ખુશ થવાનો કોઈ રસ્તો નહીં, પણ ખુશ રહેવું એ એકમાત્ર રસ્તો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાળકોએ ભીની માટીને ઢોળાવમાં ફેરવી દીધી છે અને પછી તેઓ તેના પર સ્લાઈડનો આનંદ માણી (Funny Viral Videos) રહ્યા છે. બાળકોની આ ખુશી જોઈને તમને એક ક્ષણ માટે તમારું બાળપણ યાદ આવ્યું જ હશે.
“There is no path to happiness: happiness is the path.”
Gautama Buddha pic.twitter.com/E9y4tRGDqr— Susanta Nanda (@susantananda3) December 9, 2021
આ વીડિયો IFS સુશાંત નંદા(IFS Sushant Nanda)એ પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયો સાથે આપવામાં આવેલા કેપ્શનમાં લખ્યું છે કે, ‘ખુશીનો કોઈ રસ્તો નથી, ખુશ રહેવું જ રસ્તો છે.’ વીડિયોને અત્યાર સુધીમાં 45 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને 3600થી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે 500 લોકોએ રિટ્વીટ કર્યો છે. આ સાથે જ લોકોએ આ અંગે કમેન્ટ્સ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે.
સોશિયલ મીડિયા (Social Media)પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે કહ્યું કે આ વીડિયો જોયા બાદ કોઈપણનો દિવસ શાનદાર બની શકે છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે માત્ર ગામડાના લોકો જ આ પ્રકારની મજા માણી શકે છે, શાનદાર!. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી છે.
આ પણ વાંચો: Zero Budget Natural Farming: કૃષિ મંત્રાલયે ખેડૂતોના મોબાઈલ પર મોકલ્યો ખાસ મેસેજ, જાણો તેના વિશે
આ પણ વાંચો: Viral: જ્યારે સિંહના બચ્ચાએ મસ્તી-મસ્તીમાં ચિન્પાન્ઝીની કરી દીધી હવા ટાઈટ, જુઓ વીડિયો