કાકાએ દેશી અંદાજમાં ગાયુ Manike Mage Hithe, લોકો બોલ્યા – ‘રાનુ મંડલ પછી આ જ છે’

હાલમાં 'કાકા'નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દેશી સ્ટાઈલમાં શ્રીલંકન હિટ ગીત 'માનિકે માગે હિતે' ગાતા જોવા મળી રહ્યો છે. જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

કાકાએ દેશી અંદાજમાં ગાયુ Manike Mage Hithe, લોકો બોલ્યા - રાનુ મંડલ પછી આ જ છે
'Chacha' sang Manike Mage Hithe Song in desi style
| Edited By: | Updated on: Nov 03, 2021 | 9:28 AM

આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં જે પણ અપલોડ થાય છે તે વાયરલ થઈ જ જાય છે. તેના પર દરરોજ તમને કોઇક ને કોઇક વ્યક્તિ ફેમસ થતા જોવા મળશે. સોશિયલ મીડિયાના કારણે ઘણા લોકોના નસીબ રાતોરાત બદલાઈ ગયા છે અને તેઓ સુપરસ્ટાર બની ગયા છે. તમને બધાને યાદ હશે કે છેલ્લા કેટલાક દિવસોમાં સહદેવ, રાનુ મંડલ, બાબા જેક્સન જેવા સામાન્ય લોકો રાતોરાત સ્ટાર બની ગયા હતા. તેમના વીડિયોના કારણે આ લોકો એટલા વાયરલ થયા કે તેમની ઓળખ સેલિબ્રિટી જેવી થવા લાગી.

હવે આ હાલમાં ‘કાકા’નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દેશી સ્ટાઈલમાં શ્રીલંકન હિટ ગીત ‘માનિકે માગે હિતે’ ગાતા જોવા મળી રહ્યો છે. જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, મોટા ભાગના લોકોનું કહેવું છે કે- રાનુ મંડલ પછી હવે આ નવુ ટેલેન્ટ. વીડિયોમાં તે જે રીતે ‘કાકા’ ગીત ગાઈ રહ્યા છે તે જોઈને કોઈ પણ વ્યક્તિ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતું નથી. દરેકને આ વીડિયો એટલો ફની લાગી રહ્યો છે કે લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘giedde’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે, સોશિયલ મીડિયા યુઝર્સ ઉગ્રતાથી તેમની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ ઓરિજીનલ ગીત શ્રીલંકાના સિંગર યોહાની ડિલોકા ડી સિલ્વા દ્વારા ગાયું છે. આજના સમયમાં તમને આ ગીત ઈન્સ્ટાગ્રામની દરેક રીલમાં સાંભળવા મળશે. આ ગીત શ્રીલંકા કરતાં ભારતમાં વધુ વાયરલ થયું છે અને હવે દરેક લોકો આ ગીતના લિરીક્સને ગાઇ રહ્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે ‘માનિકે માગે હિતે’ ગીતને ભારતમાં દરેક સેલિબ્રિટીએ પસંદ કર્યું છે. આ ગીતને અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા સહિત ઘણા સેલેબ્સ દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો –

Gold : ધનતેરસે લોકો અધધ… સોનું ખરીદ્યું! એક જ દિવસમાં 1500000 તોલા સોનાના દાગીનાનું થયું વેચાણ, 24 કલાકમાં 75 હજાર કરોડનો થયો કારોબાર

આ પણ વાંચો –

Google Photos નું નવુ ‘More Like This’ ફિચર તમારા સર્ચને બનાવશે વધુ સરળ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો –

Two WhatsApp Account in One Smartphone : એક જ ફોનમાં 2 વોટ્સએપ યૂઝ કરવું છે એકદમ સરળ, વાંચો વિગત