Viral Video: લદ્દાખના પેંગોંગ તળાવમાં ચલાવી કાર, વીડિયો થયો વાયરલ, કાર્યવાહીની ઉઠી માંગ

સુંદરતાની બાબતમાં અલગ જ સ્થાન ધરાવતા લદ્દાખના પેંગોંગ તળાવમાં (Pangong Lake) કેટલાક યુવકોએ કાર ચલાવી હતી. આટલું જ નહીં તેનું મન ન ભરાયું તો તેણે તળાવમાં બેસીને દારૂ પણ પીધો હતો. સોશિયલ મીડિયા પર આ કૃત્ય સામે જ્યારે તેનો વીડિયો સામે આવ્યો ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Viral Video: લદ્દાખના પેંગોંગ તળાવમાં ચલાવી કાર, વીડિયો થયો વાયરલ, કાર્યવાહીની ઉઠી માંગ
Car driven in Ladakh's Pangong Lake
| Edited By: | Updated on: Apr 13, 2022 | 9:55 AM

જ્યારે આપણે કોઈ જગ્યાએ ફરવા જઈએ છીએ કે, ત્યાં સ્વચ્છતાની કાળજી લેવાની જવાબદારી આપણી છે અને જો તે સ્થળ પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ હોય તો આ જવાબદારી વધુ ગંભીર બની જાય છે. આનંદના નામે અહંકારી થવાની અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાની કોઈની અપેક્ષા નથી. જો કે, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક યુવકો પેંગોંગ લેક (Pangong Lake) પાસે હોબાળો કરતા જોઈ શકાય છે.

કિનારે પાણીમાં ઓડી કાર ચાલતી જોવા મળી

જીગમત લદ્દાખી નામના ટ્વિટર યુઝરે આ વીડિયો શેયર કર્યો છે. આમાં કેટલાક લોકો પેંગોંગ લેકમાં લક્ઝરી કાર ચલાવતા જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સમાં આ વર્તનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવું કરનારા લોકોની ખૂબ ટીકા થઈ રહી છે. લોકોએ આ યુવકો સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠાવી છે. વીડિયોમાં પેંગોંગ લેકના કિનારે પાણીમાં ઓડી કાર ચાલતી જોવા મળી હતી, જેમાં 3 લોકો બેસેલા હતા.

જૂઓ વીડિયો…..

વીડિયોની સાથે જીગમત લદ્દાખીએ લખ્યું કે, હું તમારી સાથે વધુ એક શરમજનક વીડિયો શેયર કરી રહ્યો છું. આ પ્રકારનું બેદરકાર પ્રવાસ લદ્દાખને મારી રહ્યું છે. તેમણે આગળ લખ્યું કે, લદ્દાખમાં પક્ષીઓની 350થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે અને પેંગોંગ જેવા તળાવો ઘણા પક્ષીઓનું ઘર છે. લદાખી કહે છે કે, આવી ક્રિયાઓ પક્ષીઓની ઘણી પ્રજાતિઓના કુદરતી ઘરને નષ્ટ કરી શકે છે. લોકો જીગમત લદ્દાખીના આ વીડિયોને ખૂબ શેયર કરી રહ્યા છે અને કડક કાર્યવાહીની અપીલ કરી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Viral Video: શખ્સના હાથમાં જોવા મળ્યા નાના ‘સોનાના કાચબા’, વીડિયો જોઈ લોકો આશ્ચર્યચકિત

આ પણ વાંચો:  Viral Video: બગલાની જેમ બિલાડીએ કર્યો માછલીનો શિકાર, વીડિયો જોઈને લોકો થયા આશ્ચર્યચકિત