Video : લગ્નના દિવસે દુલ્હા-દુલ્હને રમી Free Fire ની ગેમ ! લોકો એ કહ્યુ “એક શાદી ઐસી ભી”

|

Sep 10, 2021 | 9:35 AM

આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમને દુલ્હા-દુલ્હનનો અલગ અંદાજ જોવા મળશે.

Video : લગ્નના દિવસે દુલ્હા-દુલ્હને રમી Free Fire ની ગેમ ! લોકો એ કહ્યુ એક શાદી ઐસી ભી
Bride and groom playing free fire game

Follow us on

Funny Video: આજકાલ સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો ખૂબ ચર્ચામાં છે. લગ્નના ઘણા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા હોય છે, જેમાં કેચલાક વીડિયો ખુબ રમુજી (Funny Video) હોય છે,જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને ઘણુ આશ્વર્ય થતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમને પણ નવાઈ લાગશે.

લગ્નના દિવસે દુલ્હા-દુલ્હને રમી Free Fire ની ગેમ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સામાન્ય રીતે લગ્નમાં ક્યારેક ધાર્મિક વિધિઓ ખૂબ સમય માંગી લે છે, જેનાથી વર અને કન્યા કંટાળી જાય છે. ત્યારે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળે છે. પરંતુ આ વર અને કન્યા ગજબની તરકીબ કરે છે,લગ્નની વિધિ દરમિયાન આ યુગલ (Couple)  તેમના ફોનમાં  વિડીયો ગેમ્સ Free Fire રમીને તેમનો મોટાભાગનો સમય વિતાવે છે.આ લગ્નનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, વર અને કન્યા લગ્નના પોશાકમાં જોવા મળી રહ્યા છે, જેમાં રસપ્રદ બાબત એ છે કે વર અને કન્યા બંને તેમના મોબાઈલ ફોન પર ગેમ રમવામાં (Game) વ્યસ્ત જોવા મળી રહ્યા છે. જેને જોઈને લોકોને ખુબ હસવુ આવી રહ્યુ છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર official_niranjanm87 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે,સાથે તેમણે કેપ્શનનમાં લખ્યુ હતુ કે, ” દંપતી Free Fireની ગેમ રમી રહ્યુ છે”આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.લોકો આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ (Comments)પણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : આ બાળક તો તુર્કીના રાષ્ટ્રપતિ કરતા ઝડપી નિકળ્યો, ટનલનું ઉદ્ઘાટન કરે તે પહેલા બાળકે જ રિબીન કટ કરી નાખી !

 

Next Article