Breaking News : લોકોના લાખો ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ રાતોરાત ગાયબ થયા, જાણો કેમ ?

ફેમસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટના લાખો ફોલોઅર્સ હોય છે. હાલમાં એવું શું થયું જેના કારણે સેલિબ્રિટિ સહિત અનેક લોકોના ઈન્સ્ટાગ્રામના ફોલોઅર્સમાં ઘટાડો થયો છે. ચાલો કારણ જાણીએ.

Breaking News :  લોકોના લાખો ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ રાતોરાત ગાયબ થયા, જાણો કેમ ?
| Updated on: May 08, 2026 | 4:29 PM

ફેમસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સેલિબ્રિટને મોટો ઝટકો આપ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર અનેક ફેમસ સ્ટારના ફોલોઅર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ટેલર સ્વિફ્ટ,વિરાટ કોહલી, બિયોન્સે,કાઈલી જેનર,એરિયાના ગ્રાન્ડ,જસ્ટિન બીબર તેમજ પ્રિયંકા ચોપરા જેવા સ્ટારનું નામ સામેલ છે. તો ચાલો જાણીએ આની પાછળ કારણ શું છે?તમને જણાવી દઈએ કે,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે આ વર્ષે લાખોની સંખ્યામાં નકલી અને અનએક્ટિવ અકાઉન્ટ ડિલીટ કર્યા છે. જેમાં અનેક સેલિબ્રિટિસ,ઈન્ફ્યુલન્સર, બ્રાન્ડ તેમજ ક્રિએટરના ફોલોઅર્સ એક ઝાટકે ઓછા થયા છે.

રિપોર્ટ અનુસાર ઈન્સ્ટાગ્રામની ફેમસ સિલિબ્રિટી જેનરના 1.4 કરોડ ફોલોઅર્સ ઓછા થયા છે. તો અન્ય ફેમસ ક્રિએટરના ફોલોઅર્સ ઓછા થયા છે.તેમણે તેમના ફોલોઅર્સમાં ઘટાડો અને એગેજમેન્ટમાં ઘટાડો નોંધાવ્યો છે. ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની, મેટાએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મની પ્રમાણિકતા સુધારવા અને ખોટા કનેક્શન ઘટાડવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

વર્ષોની સૌથી મોટી સફાઈ

ઇન્સ્ટાગ્રામ પર અનએક્ટિવ અને નકલી એકાઉન્ટ્સ અને બોટ્સનો ઉપયોગ કરવું કંઈ નવું નથી. ઘણા ઈન્ફ્યુલન્સર અને સેલિબ્રિટીઓ ઇન્ટરનેટ પર પોતાનો પ્રભાવ દર્શાવવા માટે તેમના પર આધાર રાખે છે. તેઓ લાઈક્સ, શેર, કોમેન્ટ અને એકંદર કનેક્શન વધારવામાં મદદ કરે છે. આને રોકવા માટે, બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સમયાંતરે આવી સફાઈ કરે છે. ઇન્સ્ટાગ્રામે પહેલા પણ આવું કર્યું છે, પરંતુ આ ક્લીનઅપ તાજેતરના વર્ષોમાં તેની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. કંપનીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાથી એક્ટિવ અને રિયલ ફોલોઅર્સને અસર થઈ નથી. મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ફેરફાર પછી ઘણા એકાઉન્ટ્સના ફોલોઅર્સમાં ઘટાડો જોવા મળી શકે છે. જો કે, જો એકાઉન્ટ્સ આકસ્મિક રીતે ડિલીટ થઈ ગયા હોય, તો વેરિફિકેશન પછી તેમને રિસ્ટોર કરવામાં આવશે.

‘ગ્રેટ પર્જ ઓફ 2026’ નામના એક વિશાળ અભિયાનના ભાગ રૂપે, મે 2026 માં ઇન્સ્ટાગ્રામ દ્વારા નકલી, બોટ અને નિષ્ક્રિય એકાઉન્ટ્સ દૂર કરવામાં આવતા વિરાટ કોહલીએ લાખો ફોલોઅર્સ ગુમાવ્યા છે. આ કાર્યવાહીમાં કોહલીએ લગભગ 2 મિલિયન ફોલોઅર્સ ગુમાવ્યા છે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (6.6 મિલિયન), લિયોનેલ મેસ્સી, પ્રિયંકા ચોપરા (1.1 મિલિયન) અને આલિયા ભટ્ટ (1 મિલિયન) ફોલોઅર્સ ઓછા થયા છે.

ઈન્સ્ટાગ્રામ એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેના દ્વારા તમે ફોટા અને વીડિયો શેર કરી શકો છો. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us