Funny Video: બસ ઉપર બેસી યુવકો કરી રહ્યા હતા મસ્તી, ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા થઈ જોવા જેવી

|

Jul 03, 2022 | 9:34 AM

સામાન્ય રીતે લોકો મોટે ભાગે ફની વીડિઓ(Funny Videos) જોવાનું પસંદ કરે છે. આવો જ એક ફની વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Funny Video: બસ ઉપર બેસી યુવકો કરી રહ્યા હતા મસ્તી, ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા થઈ જોવા જેવી
Funny Viral Video

Follow us on

સોશિયલ મીડિયા પર વીડિયોની ભરમાર છે. અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ હજારો વીડિયો વાઈરલ (Viral Videos) થાય છે, જેમાંથી કેટલાક ખૂબ જ ફની હોય છે અને કેટલાક લોકોને ઈમોશનલ પણ કરી દે છે. ત્યારે કેટલાક વીડિયો ખૂબ આશ્ચર્યજનક પણ છે. સામાન્ય રીતે લોકો મોટે ભાગે ફની વીડિઓ(Funny Videos) જોવાનું પસંદ કરે છે. આવો જ એક ફની વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસીને લોટપોટ થઈ જશો. તમે જોયું જ હશે કે ગ્રામીણ વિસ્તારોમાં દોડતી બસોમાં લોકો ખીચો ખીચ બેસી જાય છે અને તે પછી પણ જો ન સમાઈ તો બસની છત પર બેસીને સવારી કરે છે. ક્યારેક બસની છત પર લોકોને બેસાડવાથી પણ અકસ્માતો થાય છે. આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળે છે.

બસની છત પર બેસવું કેટલાક છોકરાઓ માટે ભારે પડ્યું છે. ડ્રાઈવરે બ્રેક મારતાની સાથે જ બધા પળવારમાં જમીન પર પડી ગયા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બસ રોડ પર આગળ વધી રહી છે અને તેની માથે ઘણા છોકરાઓ છે. તેમાંથી કેટલાક બેઠા છે અને ઘણા છોકરાઓ ઉભા છે. આ દરમિયાન થોડે દૂર આગળ જતાં એક બાઇકચાલક અચાનક બસની આગળ બ્રેક લગાવી દે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ત્યારબાદ બસના ડ્રાઇવરે પણ ઉતાવળમાં બ્રેક લગાવવી પડે છે. આ પછી, તમને જે દૃશ્ય જોવા મળે છે તે ખૂબ જ ફની છે. બસની છત પર બેઠેલા બધા છોકરાઓ એક જ ઝાટકે નીચે પડી જાય છે. તે નસીબદાર છે કે કોઈ મોટી દુર્ઘટના નથી થઈ, પરંતુ કેટલાક છોકરાઓને ઈજા થઈ હશે.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર The Darwin Awards નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 75 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને અલગ-અલગ પ્રકારના રિએક્શન આપ્યા છે. આ વીડિયો જોયા પછી તમે ચોક્કસ હસવા લાગશો.

Next Article