ગર્લફ્રેન્ડ સામે છોકરો કરી રહ્યો હતો બાઈક સ્ટંટ, પણ નસીબ સાથ ન દેતા થઈ ગયો પોપટ!

|

Dec 01, 2022 | 12:12 PM

છોકરી ઈમ્પ્રેસ થઈ એ તો ખબર નહીં. પરંતુ છોકરાને જમીન પર પડતો જોઈને લોકોને જાણવા મળ્યું કે આવા સ્ટંટ કરવા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, ઈજ્જત માટે પણ હાનિકારક છે!

ગર્લફ્રેન્ડ સામે છોકરો કરી રહ્યો હતો બાઈક સ્ટંટ, પણ નસીબ સાથ ન દેતા થઈ ગયો પોપટ!
Bike Stunt Video Viral
Image Credit source: Instagram

Follow us on

સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઈ રહી છે, જેને જોયા પછી તમે હસીને લોટપોટ થઈ જશો. ઘણી વખત યુવાનો પોતાની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા અથવા ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માટે નેક્સ્ટ લેવલ પર જતા હોય છે. એક વ્યક્તિ કથિત રીતે તેની ‘ગર્લફ્રેન્ડ’ને ઈમ્પ્રેસ કરવા માટે જોખમી બાઈક સ્ટંટ કરી રહ્યો હતો. પરંતુ નસીબ તેની સાથે ખેલ કરી ગયું. છોકરી ઈમ્પ્રેસ થઈ એ તો ખબર નહીં. પરંતુ છોકરાને જમીન પર પડતો જોઈને લોકોને જાણવા મળ્યું કે આવા સ્ટંટ કરવા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, ઈજ્જત માટે પણ હાનિકારક છે!

આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે, જેને ટ્વિટર સહિત ઈન્સ્ટાગ્રામ પર મોટા પ્રમાણમાં શેયર કરવામાં આવી રહ્યો છે. આ રીલ reactionboy_guri_ દ્વારા ઈન્સ્ટા પર શેયર કરવામાં આવી હતી, જેને અત્યાર સુધીમાં લગભગ એક હજાર વ્યુઝ મળી ચૂક્યા છે. આ સિવાય યુઝર્સ વીડિયો જોયા પછી હસવાનું રોકી શકતા નથી. જ્યારે કેટલાક યુઝર્સે જવાબમાં લખ્યું કે લો ભાઈ સ્વાદ આવી ગયો. તો કેટલાકે કહ્યું એટલે જ પુરુષો કરતાં સ્ત્રીઓ લાંબુ જીવે છે!

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી રોડની વચ્ચે ઉભી છે. અચાનક એક બાઈકર મોટરસાઇકલ ચલાવતો તેની નજીક આવે છે અને ઈમ્પ્રેસ કરવા માટે તેના પગની આગળની બ્રેક એટલી જોરથી મારે છે કે બાઇકનું પાછળનું વ્હીલ હવામાં ઉડી જાય છે.

આ શખ્સ બાઇક સંભાળવાની કોશીશ કરે છે. પણ બાઇક તેનું સંતુલન ગુમાવી બેસે છે અને છોકરો બાઇક સાથે જમીન પર પડી જાય છે. આ રીતે, તે છોકરીને ઈમ્પ્રેશ કરવાનો પ્રયાસ કરતી વખતે પોતાનું નુકસાન કરે છે. આ ક્લિપ ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવી છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પરંતુ આ વીડિયો ચોક્કસપણે લોકોને ઈન્ટરનેટ પર હસાવી રહ્યો છે.

Published On - 9:30 pm, Wed, 30 November 22

Next Article