થોડા સમય પહેલાં અલગ-અલગ પ્રકારના સ્ટંટ (Stunt) માત્ર ફિલ્મોમાં જ જોવા મળતા હતા, પરંતુ હવે દરેક જગ્યાએ તમને આવા જ સ્ટંટ કરતા જોવા મળશે. ખાસ કરીને યુવાનોમાં સ્ટંટ પ્રત્યે ઘણો ક્રેઝ છે. જો કે સ્ટંટના ઘણા પ્રકાર છે, પરંતુ બેકફ્લિપનો (Backflip) ક્રેઝ યુવાનોમાં સૌથી વધુ જોવા મળે છે. બેકફ્લિપ કરવું પણ સરળ નથી, પરંતુ લોકોને તે વધુ ગમે છે. તમને સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોવા મળશે. જેમાં લોકો બેકફ્લિપથી લઈને વિવિધ સ્ટંટ કરતા જોવા મળે છે. કેટલીકવાર સ્ટંટ પણ નિષ્ફળ જાય છે અને લોકો આ ચક્કરમાં ઈજાગ્રસ્ત થાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં આ વાયરલ વીડિયોમાં એક છોકરો બેકફ્લિપ મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ બિચારા છોકરાના નાક પર ઈજા થાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલીક ઈંટો મુકેલી છે અને એક છોકરો તેની ઉપર ચડીને નીચે આવવાનો પ્રયત્ન કરે છે અને બેકફ્લિપ કરે છે, પરંતુ તેનું સંતુલન થોડું બગડે છે. બેકફ્લિપ માર્યા પછી તે નીચે પહોંચે છે ત્યારે તેનું નાક ઈંટમાં અથડાય જાય છે અને ઈજા પહોંચે છે. જેના કારણે તેનો સ્ટંટ નિષ્ફળ જાય છે અને તે પડી જાય છે. એટલા માટે કહેવાય છે કે કોઈપણ સ્ટંટ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ, નહીં તો વ્યક્તિ પોતાનું જ નુકસાન કરે છે.
આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર naturalbeautiful788 આઈડી નામથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 22 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. જ્યારે 8 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે મજાકમાં કમેન્ટ કરી કે, ‘રાજા તૂટેલા જડબા સાથે પાછો ફર્યો’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘શું કંઈ બાકી છે’. તેવી જ રીતે અન્ય ઘણા યુઝર્સે પણ રમુજી કોમેન્ટ કરી છે.
આ પણ વાંચો: Funny Video: યુવતીએ બાઈક સ્ટાર્ટ કરવાના ચક્કરમાં તોડી નાખી કિક, જુઓ વીડિયો
આ પણ વાંચો: Funny Video: વીડિયો બનાવવાના ચક્કરમાં કેમેરો પડ્યો પાણીમાં, પછી જુઓ યુવતીએ શું કર્યું