તમે ટીવી પર પાન મસાલાની જાહેરાત જોઈ જ હશે, જેની પંચલાઇન છે બોલો જુબાન કેસરી… બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન એક સમયે આ જાહેરાતનો ભાગ હતો. જેના કારણે લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. આ પછી આ જાહેરાતમાં શાહરૂખ , ટાઈગર શ્રોફ પણ જોવા મળે છે અને લોકોએ તેને પણ ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. હવે આ જાહેરાતમાં અન્ય એક બોલિવૂડ સુપરસ્ટારની અક્ષય કુમારનું નામ પણ જોડાઈ ગયું છે. તે આ પાન મસાલા કંપનીની જાહેરાતમાં અજય દેવગન અને શાહરૂખ ખાન સાથે જોવા મળે છે.
ત્યારે હવે તે બોલિવુડના સ્ટાર્સનો એક AI વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને જોતા લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા છે. તે સિવાય આ એડ એ પણ દર્શાવે છે પાન-મસાલા ખાઈને દાંતની હાલત શું થાય છે. આ વીડિયો કોણે બનાવ્યો છે તેને લઈને કોઈ જ માહિતી નથી પણ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે દર્શાવે છે આવા પાન-મસાલા અને ગુટખા સ્વાસ્થ્ય માટે કેટલા ખતરનાક સાબિત થઈ શકે છે.
Bolo zubaan kesari! Perfect visuals for Gutkha advertisement! pic.twitter.com/AyJucOghTb
— Suchi SA (@suchi_a) March 27, 2025
(video credit-Suchi Sa)
આ સાથે ગુટકા ખાવાથી સ્વાસ્થ્યને ઘણુ નુકસાન થાય છે અને મોંઢાના કેન્સર સહિત ઘણી બિમારીઓ આવે છે. આ વીડિયો જાગૃતતા માટે કોઈએ બનાવ્યો છે અને આ સાથે ફિલ્મ સ્ટાર ઉપર પ્રશ્ન ઉભો કર્યો કે તેઓ જો આવી ગુટકા બ્રાન્ડને પસંદ કરે છે તો આ ગુટકા તેમણે પણ રોજ ખાવા જોઈએ અને આ પછી ગુટકા ખાવાથી ખરાબ થઈ રહેલા તેમના દાંત અને મોંઢાની પણ એડવર્ટાઈઝ કરવી જોઈએ.
આ બધા સેલેબ્રિટી સચિન તેંડુલકર એક એવા સેલિબ્રિટી છે જેમને મો માંગી કિંમત મળવા છત્તા તેમણે દારુ અને ગુટકા કરવાની ના પાડી દીધી
Published On - 3:01 pm, Sat, 29 March 25