Black Alien મુકાયો મુશ્કેલીમાં, નથી મળતી નોકરી કે નથી મળતી છોકરી!

|

Jul 27, 2022 | 7:35 PM

Viral Video: દુનિયામાં અનેક લોકોને વિચિત્ર શોખ હોય છે પણ કેટલીક વાર આજ શોખને કારણે તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. હાલમાં આવા જ એક સમાચાર સામે આવ્યા છે.

Black Alien મુકાયો મુશ્કેલીમાં, નથી મળતી નોકરી કે નથી મળતી છોકરી!
Black Alien
Image Credit source: file photo

Follow us on

Viral news: આ દુનિયામાં અબજો લોકો રહે છે. દરેકની પોતાની ભાષા, રંગ, પરંપરા, પોશાક, વિચાર અને શોખ હોય છે. દરેક એક બીજાથી ભિન્ન છે અને એજ આપણી દુનિયાની સુંદરતા છે આ ભિન્નતામાં જ સુંદરતા છે. જો દુનિયાનો દરેક વ્યક્તિ એક જેવો હોત તો જીવન નીરસ હોત. આંનદીત અને રોમાંચક જીવન માટે ભિન્નતા એટલે કે કઈક અલગ ઘટના બનતી રહેવી જરુરી છે. દરેકના પોત પોતાના શોખ હોય છે. રમવુ, ગાવુ, નાચવુ આ તમામ સામાન્ય શોખ છે પણ દુનિયામાં કેટલાક લોકોના શોખ એટલા વિચિત્ર હોય છે કે લોકો વિચારવા મજબૂર થઈ જાય કે આવા કેવા શોખ! આવા અનેક શોખીન લોકો વિશે તમે સાંભળી જ હશે. કોઈને આંખમાં ટેટૂ પડાવવાનો શોખ, કોઈને જીવડા ખાવાનો શોખ, કોઈને પહાડ પરથી કૂદવાનો શોખ, કોઈને જંગલી પ્રાણીઓ પાડવાનો શોખ. પણ કેટલીકવાર આવા લોકો પોતાના શોખને કારણે મુશ્કેલીમાં મુકાતા હોય છે. હાલમાં આવા જે એક વ્યક્તિની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ વાત છે કાળા એલિયનની (Black Alien).

આજકાલના લોકો પોતાના શરીર પર અનેક પ્રયોગો કરતા હોય છે. જેને બોડી મોડિફિકેશન કહે છે. કેટલાક લોકો શરીરના એવા એવા ભાગ પર ટેટૂ પડાવે છે, જેનો તમે વિચાર પણ ના કર્યો હશે. હાલમાં એક વ્યક્તિએ પોતાના આખા શરીર પર ટેટૂ બનાવ્યા છે. જેને કારણે તેને ના તો નોકરી મળતી કે ના તો છોકરી મળતી.

આ પણ વાંચો

આ વ્યક્તિનું નામ Anthony Loffredo છે. તેણે પોતાના આખા શરીર પર ટેટૂ બનાવ્યા છે. તેની આંખો પર પણ ટેટૂ છે. ટેટૂને કારણે તેનું આખુ શરીર કાળુ દેખાય છે. જેને કારણે લોકો તેને કાળો એલિયન કહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેણે શરીરના કેટલાક ભાગ કપાવ્યા પણ છે. જેમકે બન્ને કાન અને નાકનો કેટલોક ભાગ.

એક રિપોર્ટ અનુસાર તેણે જણાવ્યુ કે આ ટેટૂને કારણે તેને નોકરી નથી મળતી. લોકો તેને નથી સમજતા. તેણે રોજ નોકરી શોધવા જવુ પડે છે, રોજ તેણે દુનિયા સામે લડવુ પડે છે. લોકો તેમે જોઈને નકારાત્મક વાતો કરે છે. તે આ કારણે ખુબ દુ:ખી થાય છે.

તેનુ કહેવુ છે કે હું પણ માણસ છું, મારો પણ પરિવાર છે. હું પણ કામ કરવા માંગુ છું. હું બાળકો અને વડીલોને જોઈને તેમનાથી દૂર રહુ છુ. જેથી તેઓ ડરીના જાય. લોકો મને ગાંડો માને છે. આ 27 વર્ષના ફાંસના નાગરિકને તેનો શોખ ભારે પડી રહ્યા છે.

Next Article