Beggar Viral Video: CCTV ફૂટેજમાં પકડાયો અપંગ ભિખારીનો જાદુ, વીડિયો જોશો તો શેર કર્યા વિના નહી રહી શકો

|

Jun 10, 2022 | 6:46 PM

એક ભિખારીનો (Beggar video) CCTV ફૂટેજ સામે આવ્યો છે. તેમાં જે હરકતો કરે છે તે જોઈને તમે પણ હકાબકા રહી જશો. કોઈ પણ ભિખારીને કંઈ પણ આપતા પહેલા સો વાર વિચારશો.

Beggar Viral Video: CCTV ફૂટેજમાં પકડાયો અપંગ ભિખારીનો જાદુ, વીડિયો જોશો તો શેર કર્યા વિના નહી રહી શકો
Viral Video

Follow us on

ઈન્ટરનેટની દુનિયા એક કરતાં વધુ વીડિયોથી ભરેલી છે. આમાં પણ સોશિયલ મીડિયા (Social Media) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં શું જોવા મળે છે તે કહેવું મુશ્કેલ છે. ક્યારેક એવી વાત સામે આવે છે કે હાસ્ય અટકતું નથી તો ક્યારેક આંખો ફાટી જાય છે. પરંતુ હાલમાં જ જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને તમે વિચારી નહીં શકો કે શું આ હકિકત છે…? અને આંખો પર વિશ્વાસ પણ નહીં થાય. વીડિયો એક ભિખારીનો (Beggar video) છે. જેણે પણ ભીખ માંગવા માટે આટલા જોરદાર જુગાડનો ઉપયોગ કર્યો, આ જોઈને તમે પણ કહેશો કે આ પૈસા કમાવવા માટે લોકો કેવા કેવા ટેલેન્ટનો ઉપયોગ કરે છે.

પૈસા કમાવવા માટે વ્યક્તિએ કર્યો જુગાડ

લોકો કેવી રીતે મગજનો ઉપયોગ કરીને પોતાની ટેલેન્ટને કામે લગાડે છે તે આ વીડિયો પરથી જાણી શકાય છે. એક ભિખારીનો વીડિયો CCTV ફૂટેજમાં સામે આવ્યો છે. જેને જોઈને તમે તમારી આંખો પર વિશ્વાસ નહી કરી શકો. ભિખારી પહેલાં બંને પર વાંકા કરીને ધીમે-ધીમે ઘસડાતો ઘસડાતો આગળ વધે છે અને એક ડેલામાં પ્રવેશ કરે છે. તેને એવું લાગે છે કે કોઈ જોઈ રહ્યું નથી ત્યારે તે પહેલાં શર્ટ ઉતારે છે અને ટોપી કાઢે છે. શરીર પર લપેટાયેલા પાટા જેવા કાપડને ઉતારે છે. ત્યારબાદ તે એક થેલીમાંથી શર્ટને કાઢે છે અને પહેરે છે. ભિખારી (Beggar video) બનવા માટે પહેરેલું પેન્ટ પણ તે ઉતારીને નવું બીજું પેન્ટ પહેરે છે.

કપડાં બદલી ગયા પછી તે એક મોબાઈલ વડે એક વ્યક્તિને કોલ કરે છે. અને થોડી જ વારમાં એક વ્યક્તિ તેને લેવા માટે બાઈક લઈને તે ડેલામાં પહોંચે છે. અને ભિખારી બનેલો વ્યક્તિ તેની પાછળ બેસી જાય છે અને બંને ત્યાંથી જતાં રહે છે. આ સંપૂર્ણ ઘટના એક CCTVમાં કેદ થયેલી છે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

અહીં જૂઓ CCTVમાં કેદ થયેલી ઘટના……..

આ વીડિયો દેશના ક્યા રાજ્યમાંથી છે તે પુષ્ટી થતી નથી પરંતુ વીડિયોની અંદર રહેલી ભાષા જોતાં એવું લાગી રહ્યું છે કે તે કાં તો પશ્ચિમ બંગાળનો છે અથવા તો તે બાંગ્લાદેશનો છે.

ઘણી જગ્યાએ આપણે ભિખારીઓને જોતાં હોઈએ છીએ કે જેઓ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ આવા ભિખારીને જોતાં એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં કામચોર લોકો આવા જુગાડ કરી કરીને લોકો પાસેથી રૂપિયા માંગતા પણ અચકાશે નહીં. તમે પણ આ વીડિયો જોઈને શેયર કર્યા વિના નહીં રહી શકો.

Next Article