ભિખારીએ રેલ્વે સ્ટેશન પર કર્યો નોટોનો વરસાદ ! આ ધનવાન ભિખારી જોઈને લોકોના હોંશ ઉડી ગયા, જુઓ VIDEO

આજકાલ એક ભિખારી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ધનવાન ભિખારીને જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

ભિખારીએ રેલ્વે સ્ટેશન પર કર્યો નોટોનો વરસાદ ! આ ધનવાન ભિખારી જોઈને લોકોના હોંશ ઉડી ગયા, જુઓ VIDEO
beggar video goes viral
| Edited By: | Updated on: Dec 16, 2021 | 4:07 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral)  થતા જોવા મળે છે. તમે અત્યાર સુધી કોઈ ભિખારી પાસે 100, 200 કે 500 રૂપિયા જોયા હશે,પરંતુ શું તમે ક્યારેય કોઈ ભિખારી (Beggar) પાસે હજારો રૂપિયા જોયા છે. જી હા…તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ દિવસોમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવ્યો છે. આ ધનવાન ભિખારી જોઈને તમે પણ ચક્કર ખાઈ જશો.

મહાકાલના શહેર ઉજ્જૈનથી 55 કિમી દૂર આવેલા નાગદા રેલ્વે સ્ટેશન (Nagda Railway Station)  પર એક વૃદ્ધ ભિખારીએ નોટોનો વરસાદ કર્યો. જેનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ ભિખારી નોટોનું બંડલ અને પ્રોપર્ટીના કાગળો ઉડાડતો જોવા મળી રહ્યો છે. આ જોઈને આસપાસ ઉભેલા મુસાફરો પણ ચોંકી જાય છે.

જુઓ વીડિયો

ભિખારી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વૃદ્ધ ભિખારીને કોઈ વાત પર ગુસ્સો આવ્યો હતો. જે બાદમાં તેણે નોટ અને પ્રોપર્ટીના કાગળો હવામાં ઉડાવ્યા હતા. આ મામલામાં સ્થાનિક પોલીસે હાલ આ વૃદ્ધને ટ્રેનમાં બેસાડીને બુરહાનપુર (Burhanpur) મોકલ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ વૃદ્ધ બુરહાનપુરનો રહેવાસી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થયા હતા.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @ Chaturesh Tiwari નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે,આ ભિખારી પાસે આટલા પૈસા…! આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : OMG : કચરાથી ચમકી કિસ્મત ! સમુદ્ર કિનારેથી મળેલા મામુલી કચરાને કારણે આ મહિલા રાતોરાત બની કરોડપતિ

આ પણ વાંચો : Funny Video : લગ્નમાં વરરાજાએ કર્યા નખરા ! બાદમાં પરેશાન થયેલી દુલ્હને જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે

Published On - 2:55 pm, Thu, 16 December 21