Viral Video: માણસોની જેમ નદીમાં તરતું જોવા મળ્યું ગીધ, વીડિયો જોઈને બધા થયા આશ્ચર્યચકિત

|

Apr 18, 2022 | 2:50 PM

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગીધ નદીમાં સ્વિમિંગ કરતું જોવા મળે છે (Eagle swims like Human). રસપ્રદ વાત એ છે કે આ ગીધ માણસની જેમ સ્વિમિંગ કરી રહ્યું છે અને તેની પાંખોનો હાથ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.

Viral Video: માણસોની જેમ નદીમાં તરતું જોવા મળ્યું ગીધ, વીડિયો જોઈને બધા થયા આશ્ચર્યચકિત
bald eagle swims like human

Follow us on

સામાન્ય રીતે તમે માણસોને નદી, તળાવ કે દરિયામાં તરતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય ગીધને (Eagle) માણસોની જેમ સ્વિમિંગ કરતા જોયા છે. જો તમે ના જોયો હોય તો આજે અમે તમને એક એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોયા પછી તમે પણ ચોંકી (Shocking Video) જશો. આ દિવસોમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ગીધ માણસની જેમ સ્વિમિંગ કરતો જોવા મળે છે (Bald Eagle swimming like Human). જોકે, વીડિયોના અંતમાં એક ટ્વિસ્ટ છે, જેને સમજવા માટે તમારે આખો વીડિયો જોવો પડશે. હાલમાં સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગીધ નદીમાં તરતું જોવા મળી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ગીધ માણસની જેમ સ્વિમિંગ કરી રહ્યું છે અને તેની પાંખોનો હાથ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગીધ તરવૈયાની જેમ નદીમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે તમે વિચારતા હશો કે જ્યારે તે ખૂબ ઊંચાઈ પર ઉડી શકે છે તો તેને આવી રીતે નદી પાર કરવાની શી જરૂર હતી. વાસ્તવમાં આ વીડિયોના અંતમાં એક ટ્વિસ્ટ છે. જેને સમજવા માટે તમારે આ વીડિયો પૂરો જોવો પડશે. તો ચાલો જોઈએ આ વિડિયો.

ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા
Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ

નદીમાં માણસોની જેમ તરતા ગીધનો વીડિયો

જ્યારે તમે આખો વીડિયો જોશો ત્યારે તમને ખબર પડશે કે આ ગીધ કેમ નદીમાં માણસોની જેમ તરતું જોવા મળ્યું હતું. વાસ્તવમાં ગીધે મધ્ય નદીમાં માછલીનો શિકાર કર્યો હતો. જેને તે પોતાના પંજા વડે પકડીને નદી પાર કરી રહ્યો હતો. માછલીનું વજન વધુ હોવાથી તેને માણસોની જેમ તરવું પડતું હતું. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે ગીધ સ્વિમિંગ કરીને લાંબો રસ્તો કાઢ્યો હશે.

ગીધનો આ અનોખો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર unilad નામના એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘આજ પહેલા ક્યારેય ગીધને સ્વિમિંગ કરતા જોયા નથી.’ થોડા કલાકો પહેલા શેયર કરવામાં આવેલા આ વીડિયોને 70 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘કોઈ પણ આ દુનિયા છોડવા નથી માંગતું. દરેક વ્યક્તિ એકબીજાની આદતો અને રીતો અપનાવી રહ્યા છે.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘ઓહ હો, ગીધ પતંગિયાને પણ જાણે છે.’ આ સિવાય મોટાભાગના યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં પોતાના મિત્રોને ટેગ કર્યા છે. જોવા માટે આમંત્રણ આપ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Shocking Video: પાર્ટીમાં ડાન્સ કરતા-કરતા આ ડોક્ટર ઢળી પડ્યા, હાર્ટએટેક આવવાથી ક્ષણવારમાં થયુ મોત

આ પણ વાંચો:  Shocking Video : Bungee Jumping કરી રહી હતી મહિલા ને થઇ ગયો ભયાનક અકસ્માત, રૂવાડા ઉભા કરતો વીડિયો થયો વાયરલ

Next Article