નવા Videoમાં જુઓ Ram Mandirની અંદરની ભવ્યતા, સ્તભોં પર થઈ રહી છે મૂર્તિઓની કોતરણી

|

Jul 28, 2023 | 8:46 AM

Ram Mandir : અયોધ્યાની પવિત્ર ધરતી પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સમયાતંરે રામ મંદિરના નિર્માણ કાર્યના ફોટો અને વીડિયો શેયર કરવામાં આવતા રહે છે. હાલમાં રામ મંદિરની અંદરની ભવ્યતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નવા Videoમાં જુઓ Ram Mandirની અંદરની ભવ્યતા, સ્તભોં પર થઈ રહી છે મૂર્તિઓની કોતરણી
Ayodhya latest video

Follow us on

Ram Mandir Video : રાજા રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપી બન્યું છે. મળતી માહિતી અનુસાર ડિસેમ્બર 2023 સુધીમાં રામ મંદિરનું મોટાભાગનું કામ પૂર્ણ થશે. જાન્યુઆરી 2024માં રામલલાની ગર્ભ ગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે, જેના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી (PM Modi) પણ હાજર રહેશે. આખો દેશ આ કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

મંદિરના નિર્માણ કાર્યની દેખરેખ રાખી રહેલા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે રામ મંદિરના નિર્માણકાર્યની નવી નવી ઝલક બતાવવામાં આવતી રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર રામ મંદિરના અંદરના દ્રશ્યોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રામ મંદિરની ભવ્યતા જોવા મળી રહી છે.

ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં?
Malhar thakar marriage : જાણો કેટલું ભણેલી છે પૂજા જોશી
ઓટ્સ ખાવાથી થાય છે અઢળક લાભ
ક્યા લોકોએ નારિયેળ પાણી ન પીવુ જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન
શિયાળામાં મળતી લીલી હળદર ખાવાથી જાણો શું ફાયદા થાય છે?
આજનું રાશિફળ તારીખ 12-11-2024

 આ પણ વાંચો : શરમજનક! રીલનો આ કેવો નશો? માતાએ iPhone ખરીદવા વેચી દીધો 8 મહિનાનો પુત્ર, જાણો સમગ્ર મામલો

જુઓ અયોધ્યાના રામ મંદિરની અંદરની ભવ્યતા

 

 


આ પણ વાંચો : Breaking News: જ્ઞાનવાપી સર્વે પર પ્રતિબંધ યથાવત, 3 ઓગસ્ટે નિર્ણય લેવાશે

વાયરલ થઈ રહેલા વીડિયોમાં રામ મંદિરનું નિર્માણકાર્ય પ્રગતિમાં હોય તેવુ દેખાઈ રહ્યું છે. મંદિરના પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ થયું છે. હવે તેનુ ફિનિસિંગનું કાર્ય ચાલી રહ્યું છે. વર્ષ 1992થી શ્રી રામ જન્મભૂમિ કાર્યશાળામાં કારીગરો મંદિરના સ્તંભોને બનાવી રહ્યા હતા. 2024 સુધીમાં ભક્તો રામ મંદિરના દર્શન કરી શકશે અને 2025 સુધીમાં રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય પૂર્ણ થશે.

આ પણ વાંચો : Seema Haidar: સીમા હૈદર સચિનનું ઘર છોડી અન્ય જગ્યાએ રહેવા લાગી, પતિ અને સાસરિયાઓથી બનાવી દૂરી

રામ મંદિરમાં લગભગ 167 સ્તંભો હશે. જેના પર અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ હશે. આ વીડિયોમાં તમે મંદિરની ભવ્યતાને નજીકથી જોઈ શકો છો. મળતી માહિતી અનુસાર મંદિરમાં 6000 દેવી-દેવતાઓની મૂર્તિઓ જોવા મળશે. વાયરલ વીડિયોમાં મંદિરનું ગર્ભ ગૃહ પણ જોવા મળી રહ્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article