તમે સોશિયલ મીડિયા પર નાગિન ડાન્સ (Naagin Dance) તો જોયો જ હશે. લગ્નની સિઝન આવતા જ આ ડાન્સ વાયરલ થવા લાગે છે. કોઈ ઊભા – ઊભા નાગિન ડાન્સ કરે છે તો કોઈ જમીન પર પથરાઈને અલગ અંદાજમાં નાગિન ડાન્સ કરવાની મજા લે છે અને તેનો વિચિત્ર ડાન્સ જોઈને લોકો પણ હસવા લાગે છે અને લોથપોથ થઈ જાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર ‘કચ્ચા બદામ’ (Kacha Badam Song) ગીતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ગીત બધા પ્લેટફોર્મ પર છવાયેલું છે. બાળકો હોય કે વડીલો, અભિનેતા હોય કે ખેલાડીઓ, દરેક જણ ‘કચ્ચા બદામ’ના રંગમાં રંગાયેલા જોવા મળે છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે એકદમ નવા અંદાજમાં છે. આ વીડિયોમાં એક આન્ટીએ ‘કચ્ચા બદામ’ ગીત પર ‘નાગીન’ સ્ટાઈલમાં ડાન્સ કરીને ખળભળાટ મચાવી દીધો છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘણી મહિલાઓ ઉભી છે અને તેમાંથી એક ડાન્સ કરતી જોવા મળી રહી છે. તે માત્ર તેની કમરને મટકાવતી નથી કરતી, પરંતુ તે તેનું મોં મટકાવતી પણ જોવા મળે છે. પહેલા તો તેનો ડાન્સ જોઈને એવું લાગે છે કે તે બધાની જેમ જ કરી રહી છે, પરંતુ થોડીક સેકન્ડ પછી મહિલાનું ‘નાગિન’ રૂપ દેખાય છે. તેના ડાન્સની આ શાનદાર સ્ટાઈલ જોઈને તમામ મહિલાઓ હસી પડી. મહિલાએ જે રીતે ખૂબ જ ‘અજબ’ સ્ટાઈલમાં ડાન્સ કર્યો છે, તેને જોઈને કોઈ પણ હસી જશે. ડાન્સની સાથે સાથે મહિલાની એક્સપ્રેશન પણ ખૂબ જ ફની છે. આવો મજેદાર ડાન્સ તમે આ પહેલા ભાગ્યે જ જોયો હશે.
આ ફની ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર butterfly__mahi નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 4 લાખ 8 હજાર વ્યૂઝ મળ્યા છે, જ્યારે 15 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ મહિલાનો ફની ડાન્સ જોઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે અને હસી-હસીને લોતપોત થઈ ગયા છે.
આ પણ વાંચો: Gujarat: PM મોદી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાત મુલાકાતે, ઘણા વિકાસ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ અને લોકોર્પણ