
તાજેતરમાં એક પોડકાસ્ટમાં જ્યોતિષીય ગણતરીઓ (કુર્મચક્ર અને સર્વતોભદ્રચક્ર) ના સંદર્ભે ભારત અને તેના પાડોશી દેશોના ભવિષ્યને લઈને કેટલીક ખૂબ જ મહત્વની અને ચોંકાવનારી આગાહીઓ કરવામાં આવી છે. નેપાળ પર ભારત સીધું રાજ નહીં કરે, પરંતુ નેપાળની વર્તમાન રાજકીય સ્થિતિ અને સંકટોના કારણે જૂન 2027 પછી નેપાળ પોતે જ ભારત સરકાર પાસે મદદ અને નેતૃત્વની માગણી કરશે, જેથી પરોક્ષ રીતે ત્યાં ભારતનું જ નેતૃત્વ સ્થાપિત થશે.
જ્યોતિષીય દ્રષ્ટિએ નેપાળ ભારતની ઉત્તર દિશામાં આવે છે. નેપાળ અને ભારતની કુંડળીનું આંકલન કરતાં જણાવાયું છે કે ભારત નેપાળ પર સીધું આક્રમણ કે રાજ નહીં કરે અને જમીન પર કબ્જો નહીં કરે. પરંતુ નેપાળમાં હાલ જે શાસકો બેઠા છે તે બળવાખોર વલણ ધરાવે છે અને ત્યાંની સ્થિતિ એવી સર્જાશે કે નેપાળ આપોઆપ ભારત પાસે મદદ માગવા આવશે. જૂન 2027 પછી નેપાળની સરકાર ખુદ ઈચ્છશે કે ભારત સરકાર તેમની દેખરેખ રાખે અને નેતૃત્વ કરે, જેથી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે નેપાળનું નેતૃત્વ ભારતનું જ થઈ જશે.
પાકિસ્તાન અંગે દાવો કરવામાં આવ્યો છે કે તે આર્થિક, રાજકીય અને સામાજિક રીતે પહેલેથી જ આખું ભાંગી પડ્યું છે અને ખતમ થઈ ચૂક્યું છે. ત્યાં ઘણા કોવર્ટ ઓપરેશન્સ (ગુપ્ત ઓપરેશન) ચાલી રહ્યા છે જે મેઈનસ્ટ્રીમ મીડિયામાં બતાવવામાં આવતા નથી. પાકિસ્તાનનો સપોર્ટ કરતું અમીર દેશ (USA) પણ પોતે દેવામાં ડૂબેલો છે.
21 માર્ચ 2026 થી જ પાકિસ્તાનનો ડાઉનફોલ શરૂ થઈ ચૂક્યો છે. જૂન 2027 પહેલા પાકિસ્તાનના તૂટવાની સત્તાવાર જાહેરાત (Official Declaration) થઈ જશે. પાકિસ્તાન 4 થી 5 ટુકડાઓમાં વહેંચાઈ જશે અને ભારત પોતાના હસ્તકનો POK નો ભાગ પાછો લઈ લેશે. જોકે, ભારતની કુંડળીના ત્રીજા ઘરમાં (જે પાડોશી દેશો બતાવે છે) ખળભળાટ મચેલો હોવાથી પાકિસ્તાનનો એક નાનો ટુકડો ‘પાકિસ્તાન’ નામે બચશે, જે ભવિષ્યમાં પણ ભારતને હેરાન કરવાની કોશિશ કરતો રહેશે.
બાંગ્લાદેશ અંગે વાત કરતાં જણાવાયું કે ભૂતકાળમાં ડિપ્લોમસી (જેમ કે પશ્ચિમ બંગાળ સરકારે કરેલા પ્રયાસો) નિષ્ફળ રહી છે. હવે પરસ્પર સંબંધોથી કામ નહીં થાય. કુંડળીમાં ‘ગુરુ’ વિસ્તરણ દર્શાવે છે, તેથી આવનારા સમયમાં ભારતની પૂર્વ અને ઉત્તર-પૂર્વ બાજુની જમીન અને સરહદો વિસ્તરશે અને ભારતની સીમાઓ બદલાશે.
પરંતુ, આ ગાળામાં ભારતની કુંડળીમાં મંગળની મહાદશા ચાલતી હશે (જે આર્દ્રા નક્ષત્રમાં ખૂબ મજબૂત છે). આથી ભારત પોતાની ટેકનોલોજી અને સૈન્ય તાકાતના બળે ભારે મુશ્કેલીઓ છતાં આ સંકટને આસાનીથી પાર કરી લેશે અને પોતાની સરહદો ગુમાવશે નહીં.
2032 પછી ભારતની કુંડળીમાં ‘રાહુ’ ની મહાદશા શરૂ થશે. રાહુ એમ્પ્લીફાયરનું કામ કરે છે, જેથી ભારતનો વિકાસ અને વિસ્તરણ બે કદમ આગળ વધશે. 2032 પછી ભારત માત્ર અને માત્ર ક્ષિપ્ર ગતિએ વિકાસ કરશે. ભારત શસ્ત્રોની આયાત કરવાને બદલે નિકાસકાર (Exporter) બનશે. સાઉથ એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વ (Middle East) ના તમામ ગ્લોબલ સાઉથના વિકાસશીલ દેશો ભારત પાસે સૈન્ય અને આર્થિક મદદ માગશે. ભારત આ દેશોને મદદ કરશે, જેના કારણે ભવિષ્યમાં આ તમામ દેશો ભારતની સાથે મજબૂતીથી ઊભા રહેશે.
Published On - 9:50 pm, Tue, 21 July 26