હાથીને છંછેડવો આ વ્યક્તિને ભારે પડ્યો ! ગુસ્સે થયેલા ગજરાજે કર્યો હુમલો, જુઓ દિલઘડક VIDEO

આજકાલ હાથીનો એક શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગજરાજનું આ રોદ્ર સ્વરૂપ જોઈને તમે પણ ચોંકી જશો.

હાથીને છંછેડવો આ વ્યક્તિને ભારે પડ્યો ! ગુસ્સે થયેલા ગજરાજે કર્યો હુમલો, જુઓ દિલઘડક VIDEO
Elephant attack on man
| Edited By: | Updated on: Dec 20, 2021 | 11:52 AM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણી(Animals) સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલીક વાર પ્રાણીઓની હરકત જોઈને યુઝર્સ (Users) પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે. સામાન્ય રીતે હાથીને (Elephant) બુધ્ધિશાળી પ્રાણી માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે ગુસ્સે થાય ત્યારે તે કોઈની પાછળ પણ રહેતો નથી. તાજેતરમાં આવો જ એક વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને હાથી સાથે પંગો લેવો ભારે પડી જાય છે.

ગજરાજે હુમલો કરીને હાલ કર્યા બેહાલ

આસામ રાજ્યમાં આમ પણ હાથીઓની દહેશત છે. હાથીઓ દ્વારા માણસો પર હુમલાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર હાથીના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ખેતરોની વચ્ચે દોડતા હાથી સાથે પંગો લેવો આ વ્યક્તિને ભારે પડી જાય છે. મળતા અહેવાલ અનુસાર આ ઘટનામાં વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ગજરાજ ગુસ્સે થાય છે અને આ વ્યક્તિ પર હુમલો કરે છે. મળતી માહિતી મુજબ આ વ્યક્તિને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે. હાથીનું આ રોદ્ર સ્વરૂપ જોઈને યુઝર્સ પણ ચોંકી ગયા છે.

યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, ‘પહેલી વખત હાથીને આટલો ગુસ્સે થતા જોયો’. જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ હાથીની આ હરકત જોઈને દંગ રહી ગયા છે.

 

આ પણ વાંચો: Viral Video: વાંદરાને સળી કરી રહ્યો હતો વ્યક્તિ, કપીરાજનો મગજ જતાં ઝીંકી તલવાર !

આ પણ વાંચો: OMG: માછીમારને દરિયામાંથી માછલીના બદલે મળી આવ્યો ખજાનો ! આ વ્યક્તિનું રાતો રાત બદલાઈ ગયુ નસીબ