AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અપની ગલી મેં તો કુત્તા ભી શેર….ગામમાં ઘૂસી ગયેલા સિંહને કૂતરાઓએ દોડાવી દોડાવી ભગાડ્યો, જુઓ વીડિયો

Dog Attack Lion Video: આઈએફએસ ઓફિસર સુશાંત નંદાએ બબ્બર સિંહનો વીડિયો શેર કર્યો છે જે કૂતરાને જોઈને તેની પૂંછડી દબાવીને ભાગી રહ્યો છે. તેણે લખ્યું છે કે, અપની ગલી મેં તો કૂતરો ભી શેર....

અપની ગલી મેં તો કુત્તા ભી શેર....ગામમાં ઘૂસી ગયેલા સિંહને કૂતરાઓએ દોડાવી દોડાવી ભગાડ્યો, જુઓ વીડિયો
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 12:13 PM
Share

Dogs Chase Away Lion: તમે અવારનવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે ‘અપની ગલી મેં તો કૂતરો ભી શેર હોતા હૈ’… હાલમાં સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,આ વીડિયો ખરેખર એવું દર્શાવી રહ્યો છે કે પોતાની ગલીમાં તો કુતરા પણ સિંહ હોય છે.ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં આપણે રોજ ઘણું બધું જોવા મળે છે. ખાસ કરીને જ્યારે વિડિયો કન્ટેન્ટની વાત આવે છે ત્યારે તેમા વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આમાંના કેટલાક લોકોને તે પસંદ છે અને કેટલાકને તે પસંદ નથી. આજે અમે તમને જે વિડીયો બતાવી રહ્યા છીએ હસવા માટે મજબુર કરી દેશે.

સિંહને ‘જંગલનો રાજા’ કહેવામાં આવે છે, પરંતુ શું થાય છે જ્યારે તે કૂતરાઓને જોઈને તેની પૂંછડી દબાવીને ભાગી જાય છે. સોશિયલ મીડિયા પર આવા જ એક વીડિયોએ નેટીઝન્સના દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો માની શકતા નથી કે કુતરાઓ બબ્બર સિંહને ભગાડી શકે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાત્રીનો સમય છે અને સિંહ જંગલમાંથી ભટકીને ગામમાં પ્રવેશ કરે છે. પરંતુ જ્યારે આ વિસ્તારના કૂતરાઓને ઘુસણખોરની સુરાગ મળે છે, પછી કુતરો પોતાના વિસ્તારમાં ઘુસેલા સિંહની જે વલે કરે છે એ જોવા જેવી છે.

અહીં જુઓ વીડિયો, જ્યારે શેરીનાં કૂતરાંઓએ સિંહને પોતાની તાકાત બતાવી

IFS ઓફિસર સુશાંત નંદાએ બબ્બર સિંહને તેમની તાકાતથી વાકેફ કરતા કૂતરાઓનો આ વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શન આપ્યું છે કે, અપની ગલી મેં તો કૂતરો ભી શેર….. વીડિયો ગુજરાતના ગીર સોમનાથને અડીને આવેલા ગામનો છે. જ્યાં એક બબ્બર સિંહ આકસ્મિક રીતે ગામમાં ઘૂસી જાય છે અને થોડીવાર પછી કૂતરાઓ તેની પાછળ દોડતા જોવા મળે છે. વીડિયો જોઈને કોઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ નહીં થાય. 24 સેકન્ડની આ ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. અત્યાર સુધીમાં 9 હજાર વ્યુઝ આવી ચૂક્યા છે, જ્યારે લાઈક્સ અને કોમેન્ટનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, એકતા મોટી શક્તિ છે, તો બીજા એક યુઝરે લખ્યુ કે કોઇના ઘરમાં ઘુસો તો આવા જ હાલ થાય…આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">