Amazing Video : સિંગાપોરમાં ઘરની સામેથી પસાર થતાં અપારદર્શક થઇ જાય છે ટ્રેનની બારીઓ

|

Jan 15, 2023 | 5:16 PM

હાલમાં સોશિયલ મીડિયા પર એક ખૂબ જ આશ્ચર્યજનક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયો સિંગાપોર ટ્રેનનો છે જે લોકોને આકર્ષી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં સિંગાપોર ટ્રેન લોકોના ઘરોમાંથી પસાર થતાંની સાથે જ તેની બારીઓ અપારદર્શક થઈ જાય છે.

Amazing Video : સિંગાપોરમાં ઘરની સામેથી પસાર થતાં અપારદર્શક થઇ જાય છે ટ્રેનની બારીઓ
Singapore Train

Follow us on

હાલમાં સોશિયલ મીડિયા પર એક ખૂબ જ આશ્ચર્યજનક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયો સિંગાપોર ટ્રેનનો છે જે લોકોને આકર્ષી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં સિંગાપોર ટ્રેન લોકોના ઘરોમાંથી પસાર થતાંની સાથે જ તેની બારીઓ અપારદર્શક થઈ જાય છે. માહિતી અનુસાર, આ સુવિધા લોકોની પ્રાઈવસીની સુરક્ષા માટે આપવામાં આવી છે. ટ્રેનનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.

સિંગાપોર સરકારની એક એજન્સીની વેબસાઈટ લેન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અનુસાર, આ ટ્રેન સિંગાપોરની બુકિત પંજાંગ લાઇટ રેલ ટ્રાન્ઝિટ (LRT) છે.

ઘરની નજીક બારીઓ બંધ થઇ જાય છે

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે રહેણાંક ઈમારતો નજીકથી પસાર થતા જ ટ્રેનની બારીઓ અપારદર્શક બની જાય છે. જેને શહેરી જીવન સરળ બનાવવાની પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ ટ્રેનમાં હાજર નવા ફીચરની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોને ફેસિનેટિંગ ફૂટેજ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

સિંગાપોર ટ્રેનમાં નવી સુવિધા અને લાભો

લેન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ ટ્રેન સિંગાપોરની બુકિત પંજાંગ લાઇટ રેલ ટ્રાન્ઝિટ (LRT) છે, જેને સિંગાપોરની પ્રથમ લાઇટ રેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. SGTrains વેબસાઇટે જણાવ્યું હતું કે, “આ ટ્રેનોની સ્માર્ટ મિસ્ટિંગ કાચની વિન્ડો ઓટોમેટિક છે. આ ટ્રેનો ખાસ એલિવેટેડ માર્ગદર્શિકા પર ચાલે છે. આ સુવિધા LRT લાઇનની નજીક રહેતા રહેવાસીઓની ગોપનીયતાના રક્ષણ માટે ઉમેરવામાં આવી છે.

આ પણ વાંચો : IND vs ENG : શું ઈંગ્લેન્ડ ભારતીય પડકારને પાર કરી શકશે ? જાણો શું કહે છે રેકોર્ડ

Next Article