Aaradhya Bachchan એ એશ્વર્યા સાથે ધ્વજ લહેરાવી ગાયું રાષ્ટ્રગીત, યુઝર્સ બોલ્યા ‘ઘણું જીવો બેટા’

બુધવારે 26મી જાન્યુઆરીના પ્રસંગે એક ફેન પેજ પરથી એક થ્રોબેક વીડિયો સામે આવ્યો છે, જેમાં આરાધ્યા તેની માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ધ્વજ ફરકાવતી જોવા મળે છે.

Aaradhya Bachchan એ એશ્વર્યા સાથે ધ્વજ લહેરાવી ગાયું રાષ્ટ્રગીત, યુઝર્સ બોલ્યા ઘણું જીવો બેટા
Aaradhya Bachchan With Aishwarya Rai (Image: snap From instagram )
| Edited By: | Updated on: Jan 27, 2022 | 7:40 AM

ઐશ્વર્યા રાય (Aishwarya Rai Bachchan)ની પુત્રી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ની દરેક પોસ્ટ પર તેના ચાહકો તેના પર પ્રેમ વરસાવે છે. આરાધ્યાનો કોઈને કોઈ વીડિયો કે ફોટો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ (Video Viral) થાય છે. ક્યારેક સ્કૂલમાં ડાન્સ કરતી આરાધ્યા બચ્ચનનો વીડિયો સામે આવે છે તો ક્યારેક સિયા રામની આરતી ગાતી હોય છે. આરાધ્યાના દરેક વીડિયો પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવે છે. બુધવારે 26મી જાન્યુઆરીના પ્રસંગે એક ફેન પેજ પરથી એક થ્રોબેક વીડિયો સામે આવ્યો છે, જેમાં આરાધ્યા તેની માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ધ્વજ ફરકાવતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ઐશ્વર્યા રાયના ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આરાધ્યા બચ્ચન તેની માતા ઐશ્વર્યા રાય સાથે ધ્વજ ફરકાવી રહી છે. ધ્વજ ફરકાવ્યા પછી, દરેક વ્યક્તિ ‘જન મન ગણ’ ગાવાનું શરૂ કરે છે. વીડિયોમાં ઐશ્વર્યા રાષ્ટ્રગીત ગાતી પણ જોઈ શકાય છે અને આરાધ્યા પણ જોરથી ‘જન મન ગણ’ ગાતી જોવા મળી રહી છે. ધ્વજ ફરકાવ્યા બાદ માતા અને પુત્રી જે રીતે રાષ્ટ્રગીત ગાઈ રહ્યા છે તે જોઈને લોકો તેમના વખાણ કરી રહ્યા છે. તેઓ આ મા-દીકરીની જોડીને બોલિવૂડનું સૌથી અડોરેબલ જોડી કહી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, “બચ્ચન પરિવારે આરાધ્યાને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. જુગ જુગ જિયો બેટા. તો અન્ય એક યુઝરે લખ્યું કે, “બચ્ચન પરિવાર બેસ્ટ છે”. આ રીતે, ચાહકો હાર્ટ ઇમોજી સાથે આરાધ્યા બચ્ચનના આ ક્યૂટ વીડિયો પર પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો: Viral: સિંહની ગર્જનાથી ધ્રુજી જાય છે જંગલ, પણ આ બાળ સિંહની ગર્જના પર લોકો હસી હસીને થયા લોટપોટ

આ પણ વાંચો: Viral: ફ્રેન્ચ ફ્રાઈ ખાતા ખાતા જ બાળકી ઊંઘી ગઈ અને અચાનક આંખ ખુલતા થયું કંઈક આવું