Father Daughter Emotional Video: સોશિયલ મીડિયાએ વાયરલ વીડિયોનો ખજાનો છે. આ ખજાનામાંથી એવા ઘણા વીડિયો જોવા મળે છે જ તમને હસાવશે, મનોરંજન આપશે, કેટલાક આશ્વર્યમાં મુકશે અને કેટલાક તમને ભાવુક કરશે. ભારતીય ટ્રેનને લગતા અનેક વીડિયો તમે જોયા હશે. ભારતીય ટ્રેનો રોજ હજારો યાત્રીઓને તેમના ગંતવ્ય સ્થાન સુધી ઝડપથી અને ઓછા ખર્ચે પહોંચાડવાનું કામ કરે છે.તેથી દેશની મોટા ભાગની જનતા આ ટ્રેનોનો ઉપયોગ કરતા હોય છે. તમે ક્યારેક ભારતીય ટ્રેનોની સફર કરી હોય તો તમે આ જોયુ હશે કે તેમા મોટા ભાગના લોકો ગરીબ વર્ગના હોય છે. તેઓ ટ્રેન સિવાય બીજા કોઈ વહાનનો ખર્ચ ઉઠાવી શકતા નથી હોતા. હાલમાં લોકલ ટ્રેનમાં સફર કરતા ગરીબ પિતા-પુત્રીનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈ લોકો ભાવુક થયા છે.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક લોકલ ટ્રેનની અંદર એક ગરીબ પિતા તેની પુત્રી સાથે સામાન લઈને નીચે બેઠો છે. પિતાએ ટ્રેનની બહાર જોતા જોતા કોઈ વિચારમાં ખોવાયેલો છે. ત્યારે જ પુત્રી પોતાના નાનકડા હાથોથી તેમા પિતાને કઈક ખવડાવે છે. તે બીજો ટુકડો પણ ખવડાવા જાય છે પણ તેના પિતા તેને જ ખાવા માટે ઈશારો કરે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પુત્રી જ્યારે તેના પિતાને ખવડાવે છે. ત્યારે તે પિતાની આંખમાં આંશુ આવી જાય છે. તે ફરી ટ્રેનની બહાર જોતા જોતા ભાવુક થઈ જાય છે. કદાચ તેની આંખમાં એ વાતના આંશુ હશે કે મારી પુત્રીને મારી કેટલી ચિંતા છે. આંશુ એ વિચારને કારણે હોય છે કે, શું હું મારી પુત્રીને સારુ ભવિષ્ય આપી શકીશ ? અને એ આંશુ કદાચ તેના જીવનમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પણ હોય છે.
લોકલ ટ્રેનમાં કોઈ તેમની સીટ પર બેઠા છે, તો કોઈ ઉભા છે. પણ તે પિતા નીચે બેઠો છે. તેની શારીરિક સ્થિતિ પરથી એ સાફ દેખાય છે કે તે જીવનના સંઘર્ષથી થાકીને ત્યા બેઠો છે અને તેના પરિવારના ભવિષ્યની અને તેના ભરણ પોષણના વિચારથી ચિંતિત છે. સામાન્ય જીવનમાં આપણે આપણી આસપાસ નજીર કરશુ તો તમને આવા ઘણા લોકો જોવા મળશે. દરેકના જીવનમાં સંઘર્ષ છે. દરેક વ્યકિત પોતાની મુશ્કેલી સામે લડી રહ્યો છે. વાત માત્ર એટલી છે કે સંઘર્ષ સામે હારવાનું નથી અને દરેક સંઘર્ષનું સન્માન કરતા રહેવુ.
આ વીડિયો ખુબ જ સુંદર અને ભાવુક છે. આ વીડિયોના કેપ્શન પરથી જાણવા મળે છે કે આ મુંબઈની લોકલ ટ્રેનનો વીડિયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોની કોમેન્ટમાં એક યુઝરે એમ પણ લખ્યુ છે કે , ભગવાન દરેકને તેમની મુશ્કેલી સામે લડવાની શકિત આપે.