આપણને રાજકારણીથી લઈને અભિનેતા સુધીના ‘હમશકલ્સ’ ગમે ત્યા અને ગમે ત્યારે જોવા મળતા હોય છે. ભૂતકાળમાં, ગ્વાલિયરનો એક ચાટ વાળો ખૂબ જ ચર્ચામાં હતો. કારણ એ હતું કે આ વ્યક્તિ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જેવો દેખાતો હતો. એવું નથી કે આ પહેલી વાર છે.
સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા સેલિબ્રિટીઝ (Celebrities)ના હમશકલ (Duplicate) હોય છે, જેને જોઈને ક્યારેક લોકો ચોંકી જાય છે અને આશ્ચર્ય પણ. હવે એક વ્યક્તિનો ફોટો વાયરલ (Photo Viral) થઈ રહ્યો છે જેમાં વિરાટ કોહલી (Virat Kohli)નો હમશકલ જોવા મળી રહ્યો છે.
વિરાટ Cornli
Virat Cornli pic.twitter.com/5ZSY2VKf2q
— Yo Yo Funny Singh 🇮🇳 (@moronhumor) December 31, 2021
આ તસવીર ‘યો યો ફની સિંહ’ નામના ટ્વિટર (Twitter) યુઝરે શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું- વિરાટ કોર્નલી. આ ફોટો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ટ્વીટને સમાચાર લખ્યા ત્યાં સુધી 2.5 હજારથી વધુ લાઈક્સ અને 118 રીટ્વીટ મળી ચૂક્યા છે.
શું છે ફોટોમાં ?
તમે આ તસવીરમાં જોઈ શકો છો કે સ્વેટર પહેરેલો અને ટોપી પહેરીને એક વ્યક્તિ મકાઈ વેચી રહ્યો છે. આ યુવકનો ચહેરો ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે થોડો મળતો આવે છે, જેને જોઈને લોકોએ ફની કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું હતું. આ તસવીર ક્યારે અને ક્યાં લેવામાં આવી છે, તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી.
રોહિત ભાઈ???
— Rahul Shrivastava 🇮🇳🇮🇳 (@Rahulshrivstava) December 31, 2021
એક યુઝરે રોહિત શર્માના હમશકલનો ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે રોહિત ઉલ હક, ત્યારે ફોટોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ટોપી પહેરીને કાળા કલરનું કોઈ ડ્રિન્ક હાથમાં લઈ બેઠો છે. ત્યારે લોકોને આ ફોટો ખુબ પસંદ આવી રહ્યો છે. જોકે આ ફોટો ક્યાંનો છે તેના વિશે કોઈ જાણકારી નથી. ત્યારે સોશિયલ મીડિયા પર અવર-નવાર આ રીતના ફોટા વાયરલ થતા હોય છે જે લોકોને ખુબ પસંદ પણ આવતા હોય છે.
આ પણ વાંચો: Success Story: વટાણાની સામૂહિક ખેતી કરી મહિલાઓએ કિર્તીમાન સ્થાપિત કર્યો, લાખોમાં કરી કમાણી
આ પણ વાંચો: Viral: નાની અમથી બાળકીએ કર્યો અદ્ભૂત ક્લાસિકલ ડાન્સ, વીડિયો જોઈ લોકો બોલ્યા સો ક્યુટ