મોબાઈલનો વરઘોડો : ચાવાળાએ પોતાની દિકરી માટે ખરીદ્યો મોબાઈલ, બેન્ડવાજા અને બગી દ્વારા કર્યુ ભવ્ય સ્વાગત !

|

Dec 23, 2021 | 1:35 PM

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ અનોખી રીતે મોબાઈલનુ સ્વાગત કરતો જોવા મળે છે.આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

મોબાઈલનો વરઘોડો : ચાવાળાએ પોતાની દિકરી માટે ખરીદ્યો મોબાઈલ, બેન્ડવાજા અને બગી દ્વારા કર્યુ ભવ્ય સ્વાગત !
A man welcomed mobile in unique way

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જે જોઈને લોકો પણ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે.સામાન્ય રીતે તમે લગ્નમાં કે અન્ય કોઈ ખાસ પ્રસંગે બેન્ડ વાજા જોયા હશે,પરંતુ શું તમે ક્યારેય મોબાઈલના સ્વાગતમાં (Mobile Welcome) આ પ્રકારની તૈયારી જોઈ છે ? જી હા તમને જાણીને આશ્વર્ય થશે.પરંતુ તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે.જેમાં એક વ્યક્તિ જે રીતે મોબાઈલનુ સ્વાગત કરી રહ્યો છે તે જોઈને તમે પણ હસવા લાગશો.

મોબાઈલનો વરઘોડો જોવા ઉમટી ભીડ

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

તમને જણાવી દઈએ કે, મુરારી કુશવાહા નામનો વ્યક્તિ શીવપૂર શહેરના (Shivpur City) નીલગાર ચોક પર ચા વેચે છે. મુરારીએ જણાવ્યું કે તેની દિકરી બે વર્ષથી મોબાઈલ ખરીદવા માટે જીદ કરી રહી હતી.ત્યારે મેં તેને વચન આપ્યું હતું કે જ્યારે પણ તે તેના માટે મોબાઈલ ખરીદીશે ત્યારે તેનુ ભવ્ય સ્વાગત કરશે. તમને જણાવવુ રહ્યુ કે, આ વ્યક્તિએ તેની દિકરી માટે 12 હજાર 500 રૂપિયાનો મોબાઇલ ખરીદ્યો છે. આ મોબાઈલનુ દુકાનમાંથી લઈને ઘર સુધી ખુબ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ધૂમ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

આ મામલે મુરારીનુ (Murari) કહેવુ છે કે, તેણે આ બધું પોતાની દિકરીની ખુશી માટે કર્યું છે. તમને જાણીને આશ્વર્ય થશે પરંતુ આ પહેલા મુરારીએ મંદિર માટે એક હજાર રૂપિયામાં પંખો ખરીદ્યો હતો,ત્યારે પણ તેનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પાછળ તેને 10 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. આ વ્યક્તિનો અનોખો અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા(Funny Comments)  આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral: વ્યક્તિએ ઘરની બાઉન્ડ્રી વોલમાં બનાવી કૂતરા માટે બારી, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘વાહ પાડોશી હો તો ઐસા’

આ પણ વાંચો : Viral: કિકથી સ્ટાર્ટ થતી આ જીપએ જીત્યુ આનંદ મહિન્દ્રાનું દિલ, કરી દીધી બોલેરો આપવાની ઓફર

Next Article