ઓનલાઈન ઓર્ડર કર્યો હતો મોબાઈલ પરંતુ પાર્સલ ખોલ્યું તો નીકળ્યો બોમ્બ, પોલીસે તપાસ શરુ કરી

|

Sep 01, 2023 | 12:14 PM

ઓનલાઈન મોબાઈલ (Online Mobile) મંગાવ્યો હતો, પરંતુ પાર્સલ ખોલતા તે બોમ્બ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના મેક્સિકોની છે, સ્થાનિક પોલીસ હાલમાં સમગ્ર મામલે તપાસ કરી રહી છે. હજુ આ મામલાને લઈ કોઈ કારણ સામે આવ્યું નથી.

ઓનલાઈન ઓર્ડર કર્યો હતો મોબાઈલ પરંતુ પાર્સલ ખોલ્યું તો નીકળ્યો બોમ્બ, પોલીસે તપાસ શરુ કરી

Follow us on

આવું ઘણા લોકો સાથે થાય છે. તેઓ એક વસ્તુનો ઓર્ડર આપે છે અને કંઈક બીજું નીકળે છે. આવું જ કંઈક આ વ્યક્તિ સાથે થયું. તેમના ઘરે આવેલા પાર્સલમાં બોમ્બ બહાર આવતાં તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેણે જોયું કે તે એક કારતૂસ હતું. જ્યારે તેણે મોબાઈલ (Online Mobile) ફોન મંગાવ્યો હતો. આ ઘટના મેક્સિકોની છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, અજાણ્યા વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે ફોન એક ઓનલાઈન સ્ટોર પરથી મંગાવ્યો હતો. તે લિયોન, ગુઆનાજુઆટોમાં રહે છે.

આ પણ વાંચો : Mission 2024: કોલ સેન્ટર દ્વારા સત્તાની હેટ્રિકનો પ્લાન, 20000 કોલર્સ દિવસ-રાત ભાજપનો કરશે પ્રચાર

ન્યૂ યોર્ક પોસ્ટે તેના અહેવાલમાં જામ પ્રેસને ટાંકીને જણાવ્યું હતું કે, ગયા સોમવારે જ્યારે પાર્સલ આવ્યું ત્યારે તે વ્યક્તિની માતાએ તેને અંદર લઈ લઈ અને રસોડાના ટેબલ પર મૂક્યું. તેને જાણ ન હતી કે પાર્સલમાં શું રાખવામાં આવ્યું છે. બાદમાં જ્યારે તેને ખોલવામાં આવ્યું ત્યારે એક ગ્રેનેડ બહાર આવ્યો હતો. તેણે તેના ફોટો પણ ઓનલાઈન શેર કર્યા છે. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડને તેના ઘરે બોલાવવામાં આવી હતી.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે

સેના ડિવાઈસને ડિએક્ટિવેટ કરવામાં સફળ રહી છે. હાલમાં આ પેકજની તપાસ થઈ રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, આ પેકેજમાં કેમ ગ્રેનેડ મોકલવામાં આવ્યો છે. મેક્સિકોમાં પણ તેના પર પ્રતિબંધ છે. જો કે દેશમાં ડ્રગ્સ વેચતા જૂથો મોટી સંખ્યામાં છે. તેઓ એકબીજાની વચ્ચે લડતા રહે છે. તેઓ એકબીજાને ખતમ કરવા બોમ્બ અને અન્ય હથિયારોનો ઉપયોગ કરે છે. છેલ્લા છ વર્ષમાં, પોલીસે એકલા ગુઆનાજુઆટોમાં 600 થી વધુ વિસ્ફોટક ઉપકરણો જપ્ત કર્યા છે.

જો કે પાર્સલ સંપૂર્ણ ખુલતાની સાથે જ યુવકના હોશ ઉડી ગયા. તે પાર્સલમાં ઓર્ડર કરેલ મોબાઈલ ન હતો, પરંતુ એક બોમ્બ હતો, જે ખૂબ કાળજીપૂર્વક પેક કરવામાં આવ્યો હતો.યુવકે તરત જ આ પાર્સલનો ફોટો લીધો અને મોબાઈલ કંપનીનો સંપર્ક કર્યો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article