સિગારેટ ફેકતા જ થયો જોરદાર વિસ્ફોટ, વીડિયો જોઈ ચોંકી જશો, જુઓ Viral Video

|

Aug 13, 2022 | 3:27 PM

સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક તેમજ વિસ્ફોટક પણ હોઈ શકે છે. વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો. જે વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં યુવકનો જીવ જતા-જતા બચી ગયો છે.

સિગારેટ ફેકતા જ થયો જોરદાર વિસ્ફોટ, વીડિયો જોઈ ચોંકી જશો, જુઓ Viral Video
Funny Viral Video
Image Credit source: Twitter

Follow us on

આજની યુવા પેઢી પોતાને કુલ દેખાડવા માટે સિગારેટ પીવે છે, પરંતુ કદાચ તેઓ એ નથી જાણતા કે સિગારેટ (Smoking)નો દરેક કશ તેમના ફેફસાંને જ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં, ધીમે ધીમે શરીરના બાકીના ભાગોને પણ ખોખલા કરે છે. અને જ્યારે લોકો આ સમજે છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક તેમજ વિસ્ફોટક પણ હોઈ શકે છે. વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો જે વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. જેમાં યુવકનો જીવ જતા-જતા બચી ગયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ક્લિપ માત્ર થોડીક સેકન્ડની છે, પરંતુ તેને જોઈને કોઈના પણ હોશ ઉડી જાય. કદાચ તમે સિગારેટ પીવાનું જ છોડી દો. વાયરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ સિગારેટ પીતી વખતે ફૂટપાથ પરથી ક્યાંક જઈ રહ્યો છે. પછી અચાનક અટકી જાય છે અને સિગારેટનો સળગતો ટુકડો ફૂટપાથના છિદ્રમાં ફેંકી દે છે. પરંતુ બીજી જ ક્ષણમાં જે કંઈ થાય છે તે જોઈને તમે પણ ચોંકી જશો. આ વ્યક્તિએ સિગારેટનો ટુકડો છિદ્રમાં ફેંકતાની સાથે જ જોરથી ધડાકો થાય છે અને ફુટપાથ તૂટી જાય છે. આ જોઈને તમને એવું લાગશે કે જાણે કોઈ બોમ્બ ફૂટ્યો હોય. એવું અનુમાન લગાવી શકાય છે કે ફુટપાથની નીચે હાજર ગેસના સંપર્કમાં આવ્યા બાદ આવું બન્યું હોવું જોઈએ.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સ્મોકિંગનો આ ડરામણો વીડિયો જોયો. ચાલો હવે 9 અન્ય વીડિયો પર નજર કરીએ જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

 

Published On - 4:35 pm, Thu, 11 August 22

Next Article