
આગામી તહેવારને લઈને સામાન્ય રીતે પશુ બજારોમાં ભારે રોનક જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે બાંગ્લાદેશના નારાયણગંજ વિસ્તારમાં એક અદભુત નજારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થયો છે જેણે આખી દુનિયાના લોકોને ચોંકાવી દીધા છે. અહીં એક ફાર્મ હાઉસમાં બે એવા પાડા છે, જેમના નામ દુનિયાના બે મોટા અને શક્તિશાળી રાજનેતાઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નામ પર રાખવામાં આવ્યા છે.
ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ અનુસાર, આ બંને પશુઓમાંથી સૌથી વધુ લોકપ્રિયતા 700 કિલોગ્રામ વજન ધરાવતો ‘એલ્બિનો’ (સંપૂર્ણ સફેદ રંગનો) પાડો મેળવી રહ્યો છે. આ પાડાની ત્વચાનો રંગ આછો પીળો અને માથા પર સોનેરી રંગના વાળ છે. તેનો ચહેરો અને ખાસ કરીને માથાના વાળની અનોખી સ્ટાઇલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રખ્યાત હેરસ્ટાઇલ સાથે અદભુત રીતે મળતી આવે છે. ફેસબુક અને અન્ય પ્લેટફોર્મ પર આ વિડીયો જોયા પછી રાજધાની ઢાકાની આસપાસના લોકો તેને જોવા અને તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા છે.
આ અનોખા પશુના માલિક ઝિયાઉદ્દીન મૃધાએ જણાવ્યું કે, તેમણે આ પાડાને આશરે 10 મહિના પહેલાં રાજશાહીના એક પશુ બજારમાંથી ખરીદ્યો હતો. તેમણે ઉમેર્યું કે, “જ્યારે મારો નાનો ભાઈ આ પાડાને ઘરે લાવ્યો, ત્યારે તેના માથા પરના સોનેરી વાળ જોઈને તેણે મજાકમાં તેનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ રાખી દીધું હતું.” સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, દેખાવમાં ભલે તે અમેરિકન રાષ્ટ્રપતિ જેવો કડક લાગે, પરંતુ સ્વભાવે તે અત્યંત શાંત અને નમ્ર છે. જ્યાં સુધી તેને કોઈ હેરાન ન કરે ત્યાં સુધી તે હુમલો કરતો નથી.
A buffalo in Bangladesh has gone viral ahead of Eid al-Adha after being nicknamed “Donald Trump” due to its unusual resemblance to the US President.
Weighing around 700kg, the buffalo was raised on a local farm in Narayanganj. It was fed a nutritious diet consisting of corn,… pic.twitter.com/VpdCrUFa2J
— • (@Alhamdhulillaah) May 11, 2026
આ જ ફાર્મમાં હાજર બીજો કદાવર પાડો પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. 750 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા આ પાડાનું નામ ઇઝરાયેલના પીએમના નામ પરથી ‘બેન્જામિન નેતન્યાહુ’ રાખવામાં આવ્યું છે. જોકે, ફાર્મના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, આ પાડો ખૂબ જ તોફાની અને ગુસ્સાવાળો છે. તે વારંવાર પોતાના નસકોરાં ફુલાવીને રાખવાવાળા કર્મચારીઓ પર જ હુમલો કરવા દોડે છે.
The Buffalo named “Donald Trump” in Bangladesh really look alike Mr.President pic.twitter.com/s0JdZVt7UF
— Cool (@InterntClips) May 17, 2026
સોશિયલ મીડિયાના યુગમાં ક્યારે કઈ વસ્તુ વાયરલ થઈ જાય તે કહેવું મુશ્કેલ છે. તહેવારના માહોલ વચ્ચે આ બે રાજકીય નામો ધરાવતા પશુઓએ સમગ્ર બાંગ્લાદેશમાં કુતૂહલનો માહોલ સર્જ્યો છે. હવે જોવાનું એ રહેશે કે બકરીદના આ બજારમાં આ બંને સેલિબ્રિટી પશુઓની કિંમત કેટલી બોલાય છે.