સોશિયલ મીડિયાની દુનિયામાં આમ તો રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થતો રહે છે. પરંતુ કેટલાક વીડિયોમાં લોકો કઇ એવુ કરી લે છે કે જેના વખાણ કરવા ફરજિયાત થઇ જાય છે. હાલમાં ચીનની એક ઇમારતના ત્રીજા માળ પર આગ લાગવાની ધટના બની હતી, જેમાં બે બાળકો ફસાયેલા હતા. તેવામાં 6 લોકોએ હ્યૂમન ચેન બનાવીને આ બાળકોનું રેસ્ક્યૂ કર્યુ હતુ. હવે આ હિમ્મત ભર્યા રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર પણ આ રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. યૂઝર્સ આ હીરોઝની હિમ્મતની પ્રશંસા પણ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે લોકો એકબીજાનો સહારો લઇને ઇમારતના ત્રીજા માળ સુધી પહોંચે છે અને બાળકોને બચાવી લે છે. એક રિપોર્ટ પ્રમાણે, હુનાનના Xintian માં આ ઘટના એ સમયે બની જ્યારે એક ઇમારતના ત્રીજા માળ પર આગ લાગી હતી અને 2 બાળકો ઘરની અંદર ફસાઇ ગઇ હતી.
આજ બાળકોનો જીવ બચાવવા માટે 6 લોકોએ હ્યૂમન ચેન બનાવીને કોઇ પણ સુરક્ષા ઉપકરણો વગર ત્રીજા માળ સુધી પહોંચ્યા અને બારીમાંથી આ બાળકીઓને સુરક્ષિત બહાર કાઢી. આ આખા રેસ્ક્યૂનો વીડિયો કોઇ વ્યક્તિએ પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો જેના બાદથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે. આ ક્લિપના અંતમાં 2 ફાયરમેન મદદ માટે સીડી લઇને આવતા જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદથી લોકો આ વીડિયો પર ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યા છે. જ્યાં કેટલાક લોકો બાળકીઓનો જીવ બચાવનારના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક લોકો પુછી રહ્યા છે કે ઇમારતના ઘરો ગ્રીલ્સથી ઢંકાયેલા કેમ છે. જ્યારે કોઇ લોકો સમજાવી રહ્યા છે કે જરૂરી નથી કે દરેક લોકોની કિસ્મત આટલી સારી નથી હોતી કે તેની સુધી મદદ સમયસર પહોંચી જાય.