12th Exam cancelled : ફેરવેલનો મોકો ન મળતા દુ:ખી વિદ્યાર્થીઓ, વાયરલ થયા મીમ્સ

|

Jun 02, 2021 | 5:39 PM

વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપીને જ આગળના ધોરણમાં જઈ રહ્યા છે તો કેટલાક વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન મળતા તેઓ ખુશ છે. ધોરણ 12ની પરીક્ષા રદ થવાની જાહેરાત થતા જ સોશિયલ મીડિયામાં લોકો પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે.

12th Exam cancelled : ફેરવેલનો મોકો ન મળતા દુ:ખી વિદ્યાર્થીઓ, વાયરલ થયા મીમ્સ
સોશિયલ મીડિયો પર લોકોના ફની રિએક્શન

Follow us on

12th Exam 2021: દેશના કેટલાક રાજ્યોએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 10માં ધોરણની બોર્ડની પરીક્ષા રદ અથવા તો સ્થગિત કરી દીધી હતી, તેવામાં ગઈકાલે કેન્દ્ર સરકારે CBSE ધોરણ 12ની પણ પરીક્ષા રદ કરી દીધી હતી. આ પરીક્ષાઓ રદ કરવામાં આવતા ગુજરાત સરકારે પણ તાત્કાલિક બેઠક બોલાવીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સત્તાવાર નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત સરકારે પીએમ મોદીના નિર્ણયને અનુસરીને કોરોના મહામારીને ધ્યાનમાં લેતા ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોરોનાને કારણે એક વર્ષ કરતા વધુ સમયથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ઓનલાઈન થઈ રહ્યો છે અને શાળા, કોલેજો બધુ જ બંધ છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપીને જ આગળના ધોરણમાં જઈ રહ્યા છે તો કેટલાક વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન મળતા તેઓ ખુશ છે. ધોરણ 12ની પરીક્ષા રદ થવાની જાહેરાત થતા જ સોશિયલ મીડિયામાં લોકો પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે.

 

ધોરણ 12ની પરીક્ષાઓ રદ થવાથી કેટલાક વિદ્યાર્થીઓ દુ:ખી થઈ રહ્યા છે. ખરેખર, જે વિદ્યાર્થીઓ ફાઈનલ વર્ષમાં હતા તેમને ડિગ્રી તો મળી જશે, પરંતુ ફેરવેલ પાર્ટીની મજા તેઓ નહીં માણી શકે. બસ આજ વાતથી દુ:ખી વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર ફની રિએક્શન્સ આપી રહ્યા છે અને કેટલાક મીમ્સ શેયર કરી રહ્યા છે. હવે આ મીમ્સને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે તો આવો નજર કરીએ કેટલાક મીમ્સ પર.

કુકી અગ્રવાલ નામના એક યૂઝરે પીએમ મોદીના ટ્વીટને ટેગ કરીને લખ્યુ કે, પરીક્ષા ભલે રદ કરી પણ ફેરવેલ તો કરાવી દો, મારે ધોરણ 12 વર્ગ Bની વિદ્યાર્થીની નેહાને સાડીમાં જોવી છે. ખરેખર ફેરવેલમાં લોકો ખૂબ એન્જોય કરતા હોય છે અને એક ડ્રેસ કોર્ડ રાખીને બધા તૈયાર થઈને પાર્ટી કરતા હોય છે. મોટેભાગે ફેરવેલમાં છોકરીઓ સાડી પહેરતી હોય છે. કુકી અગ્રવાલના ટ્વીટ પર અન્ય યૂઝર્સે ફની રિએક્શન આપ્યા છે.

https://twitter.com/gandharvg0911/status/1399808642895925251

અન્ય એક યૂઝરનું રિએક્શન.

https://twitter.com/Pranav17100/status/1399941331208740865

નિશાંત નામના એક અન્ય ટ્વીટર યૂઝરે પણ આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

https://twitter.com/iamnrv1999/status/1399917304792555524

 

આ પણ વાંચો – Gujarat Board 12th Exam 2021: CBSE બોર્ડ બાદ હવે ગુજરાત સરકારે પણ 12 બોર્ડની પરીક્ષા રદ કરી, કેન્દ્રનાં 4 મંત્રી સાથે ચર્ચા બાદ નિર્ણય

Next Article