Spam Calls Block: તમારા ફોન પર નહીં આવે એક પણ સ્પામ કોલ, બસ કરવું પડશે આ કામ

|

Jan 10, 2022 | 11:41 AM

જ્યારે આવા કૉલ્સ આવે ત્યારે તમારે સાવચેત રહેવું જોઈએ, નહીં તો તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે. જો તમે પણ આ સ્પામ અથવા રોબોકોલ્સથી પરેશાન છો અને તેને તમારા ફોનમાં બ્લોક કરવા માંગો છો તો વાંચો આ આર્ટિકલ.

Spam Calls Block: તમારા ફોન પર નહીં આવે એક પણ સ્પામ કોલ, બસ કરવું પડશે આ કામ
Symbolic Image

Follow us on

મોબાઈલ વપરાશકર્તાઓ ઘણીવાર સ્પામ (Spam Call) અથવા રોબોકોલ્સથી પરેશાન થાય છે. જ્યારે આવા કોલ વારંવાર આવે છે ત્યારે લોકોનો સમય વેડફાય છે, આ સિવાય સાયબર ફ્રોડ (Cyber fraud)ની શક્યતા પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. પાછલા વર્ષોમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં સ્પામ કોલ દ્વારા લોકોને છેતરવામાં આવ્યા હતા. ત્યારે આવા સ્પામ કોલથી બચવું ખુબ જરૂરી છે.

આ કારણથી આજના યુગમાં દરેક પગલે સાવધાન રહેવાની જરૂર છે નહીં તો ક્યારે શું થશે તે કંઈ કહી ન શકાય. આવી સ્થિતિમાં જ્યારે આવા કૉલ્સ આવે ત્યારે તમારે સાવચેત રહેવું જોઈએ નહીં તો તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે. જો તમે પણ આ સ્પામ અથવા રોબોકોલ્સથી પરેશાન છો અને તેને તમારા ફોનમાં બ્લોક કરવા માંગો છો તો આજે અમે તમને જણાવીશું કે તમે આવા કોલ્સને કાયમ માટે કેવી રીતે બ્લોક કરી શકો છો. સ્પામ કૉલ્સને બ્લોક કરવું એ ખુબ સરળ છે. જેમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. ચાલો જાણીએ.

તમે તમારા ફોનની મદદથી સ્પામ કોલ્સ (Spam Call) સરળતાથી બ્લોક કરી શકો છો. આ માટે તમારે તમારા કોલ લોગમાં જવું પડશે. ત્યાં તમારે તાજેતરના કૉલ્સમાં જઈ અને કૉલ સ્પામ નંબરને થોડીવાર માટે દબાવી રાખો. આ પ્રક્રિયા કર્યા પછી તમારે બ્લોક (Block Number) વિકલ્પ પસંદ કરવો પડશે. આ રીતે તમે તમારા ફોનમાં સ્પામ અથવા રોબો કોલને સરળતાથી બ્લોક કરી શકો છો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ સિવાય તમે તમારા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર (Telecom Service Provider)સાથે વાત કરીને સ્પામ કોલ્સ પણ બ્લોક કરી શકો છો. આ માટે તમારે તમારા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરના ગ્રાહક સેવા (Customer Service) અધિકારી સાથે વાત કરવી પડશે. આ જ રીતે તમે સ્પામ મેસેજને પણ બ્લોક કરી શકો છો.

આ પણ વાંચો: Corona Update: દેશમાં 24 કલાકમાં નોંધાયા 1.79 લાખ કેસ, 65 ટકા નવા કેસ માત્ર 5 રાજ્યમાં, ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 4 હજારને પાર

આ પણ વાંચો: Vaccination Card in Nepal: યુરોપની જેમ નેપાળમાં પણ ‘વેક્સિનેશન કાર્ડ’ થઇ શકે છે ફરજિયાત, શું થશે ફાયદો અને હવે કયા દેશો તેનો ઉપયોગ કરી રહ્યા છે?

Next Article