Telegram પર જાતે જ ગાયબ થઇ જશે તમારા મેસેજ, જાણો કેવી રીતે ?

|

Aug 02, 2021 | 11:26 PM

ઓટો ડિલીટ ટાઇમરની મદદથી યૂઝર્સ મેસેજમાં ટાઇમર સેટ કરી શક્શે. હમણા સુધી યૂઝર્સ ઓટો ટાઇમર સુવિધાને ઇનેબલ કરી શક્તા હતા. અને ઓટો ટાઇમરને એક દિવસ અથવા એક અઠવાડિયા માટે સેટ કરી શક્તા હતા.

Telegram પર જાતે જ ગાયબ થઇ જશે તમારા મેસેજ, જાણો કેવી રીતે ?
Your message will disappear automatically on Telegram

Follow us on

Telegram પોતાના પ્લેટફોર્મ પર સતત અપડેટ કરી રહ્યુ છે. Telegram Android અને iOS બંને આધારિત એપ્સમાં નવા ફિચર્સ એડ કરી રહયુ છે. હાલમાં જ Telegram એ વીડિયો કોલમાં 1000 જેટલા લોકોને જોડાવાની સુવિધા એડ કરી હતી. સાથે જ તેણે વીડિયો મેસેજમાં રિઝોલ્યુશન પણ વધાર્યા હતા અને હવે Telegram ઓટો -ડિલીટ ટાઇમર નામનું એક નવુ ફિચર (Telegram new feature) લઇને આવ્યુ છે.

ઓટો ડિલીટ ટાઇમરની મદદથી યૂઝર્સ મેસેજમાં ટાઇમર સેટ કરી શક્શે. હમણા સુધી યૂઝર્સ ઓટો ટાઇમર સુવિધાને ઇનેબલ કરી શક્તા હતા અને ઓટો ટાઇમરને એક દિવસ અથવા એક અઠવાડિયા માટે સેટ કરી શક્તા હતા. હવે Telegram એ આ માટે ત્રીજુ ઓપ્શન જોડી દીધુ છે. હવે યૂઝર્સ ઓટો ટાઇમર ઓપ્શનને એક મહિના માટે સેટ કરી શકે છે. જો યૂઝર આ ઓપ્શનને સેટ કરી દે તો મહિનામાં એક વાર બધા મેસેજ જાતે જ ગાયબ થઇ જશે.

Android ફોનમાં ઓટો-ડિલીટ ટાઇમર કેવી રીતે ઇનેબલ કરવું

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ટેલિગ્રામમાં જઇને ચેટ વિન્ડો ખોલો.
ત્રણ ડોટ્સ પર ટેપ કરો.
ક્લિયર હિસ્ટ્રી ઓપ્શન પર ટેપ કરો.
એક સમય પસંદ કરો.
ડન પર ટેપ કરો.

IOS ફોનમાં ઓટો-ડિલીટ ટાઇમર કેવી રીતે ઇનેબલ કરવું

ટેલિગ્રામમાં જઇને ચેટ વિન્ડો ખોલો.
એ મેસેજ પર પ્રેસ કરો જેના પર તમે ટાઇમર લગાવવા માંગતા હોવ.
સૌથી નીચે સિલેક્ટ ઓપ્શન પર ક્લિક કરો.
ચેટ વિન્ડોના ટોપ-લેફ્ટ કોર્નર પર ક્લિયર ચેટ ઓપ્શન પર ટેપ કરો.
ઇનેબલ ઓટો-ડિલીટ ઓપ્શન પર ટેપ કરો.
સમય સીમા પસંદ કરો
ડન ઓપ્શન પર ક્લિક કરો.

 

આ પણ વાંચો – PM મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપ્યું રાજીનામું, આ વર્ષે PMO છોડનારા બીજા અધિકારી

આ પણ વાંચો – Surat : અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખ અજિત પટેલનો આક્ષેપ, પૂર્વ પ્રમુખ કુંવરજી બાવળીયાએ સમાજ માટે ઓછો સમય ફાળવ્યો

Next Article