Wrong Recharge: ભૂલથી બીજાના નંબર પર થયું છે રિચાર્જ? આ રીતે પાછા મળશે પૈસા

જો બીજા નંબર પર રિચાર્જ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રિચાર્જ નાનું હોય કે મોટું, તમે કંપની પાસેથી રિફંડ લઈ શકો છો. ચાલો જોઈએ કે ખોટા મોબાઈલ નંબર પર રિચાર્જ કર્યા બાદ પૈસા કેવી રીતે પરત લઈ શકાય છે.

Wrong Recharge: ભૂલથી બીજાના નંબર પર થયું છે રિચાર્જ? આ રીતે પાછા મળશે પૈસા
| Edited By: | Updated on: Jul 18, 2023 | 3:10 PM

Wrong Recharge Reversal Process: હાલમાં દરેક લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. કેટલાક લોકોના ફોનમાં પોસ્ટપેઈડ પ્લાન હોય છે અને દર મહિને બિલ આવે છે. પરંતુ મોટાભાગના લોકોમાં પ્રીપેઈડ પ્લાન હોય છે અને તેથી રિચાર્જ (Mobile Recharge) કરાવવું પડે છે. વિચારો કે તમે રિચાર્જ કરી રહ્યા છો અને ભૂલથી બીજા નંબર પર રિચાર્જ થઈ જાય તો? આવા કિસ્સામાં રિચાર્જના પૈસા ગયા અને તમારે ફરીથી રિચાર્જ કરાવવું પડશે. પરંતુ શું ખરેખર એવું છે?

કંપનીઓ પૈસા રિફંડ આપવાનો વિકલ્પ આપે છે

ચાલો તમારું ટેન્શન દૂર કરીએ કારણ કે ખોટા નંબર પર રિચાર્જ કર્યા પછી પણ કંપની પાસેથી તમે નાણા પાછા મેળવી શકો છો. ટેલિકોમ કંપની પાસેથી રિફંડ મેળવવાની રીત ખૂબ જ સરળ છે. જો તમે ભૂલથી કોઈ બીજાના નંબર પર રિચાર્જ થયું છે તો તરત જ રિફંડની પ્રોસેસ કરો. આ પ્રકારના રિચાર્જના કિસ્સામાં કંપનીઓ પૈસા રિફંડ આપવાનો વિકલ્પ આપે છે.

આ રીતે તમને રિફંડ મળશે

જો બીજા નંબર પર રિચાર્જ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રિચાર્જ નાનું હોય કે મોટું, તમે કંપની પાસેથી રિફંડ લઈ શકો છો. ચાલો જોઈએ કે ખોટા મોબાઈલ નંબર પર રિચાર્જ કર્યા બાદ પૈસા કેવી રીતે પરત લઈ શકાય છે. સૌપ્રથમ તો જે કંપનીનું સીમ કાર્ડ વાપરો છો તેના કસ્ટમર કેર નંબર પર આ અંગેની જાણ કરો અને સંપૂર્ણ વિગતો જણાવો.

ઈમેઇલ પણ કરી શકાય છે

આ સિવાય તમે ટેલિકોમ કંપનીના ઈમેલ આઈડી પર મેઈલ પણ કરી શકો છો. ઈમેલમાં જે મોબાઇલ નંબર પર રીચાર્જ થયું છે તે નંબર, રકમ અને ટ્રાન્ઝેક્શન સહિતની તમામ વિગતો આપવી પડશે. ટેલિકોમ કંપનીઓના ઈમેલ આઈડી નીચે આપેલા છે.

Vodafone-Idea (VI): customercare@vodafoneidea.com

Airtel: airtelpresence@in.airtel.com

JIO: care@jio.com

ટેલિકોમ કંપનીઓ તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરશે. આ પછી તમારા પૈસા પરત કરવામાં આવશે.

રિફંડ ન મળે તો આ કામ કરો

જો કંપની તમારા પૈસા પરત કરવામાં આનાકાની કરે છે અથવા તમને હેરાન કરે છે, તો અન્ય વિકલ્પોનો આશરો લઈ શકાય છે. જો તમે ઈચ્છો તો ગ્રાહક સેવા પોર્ટલ એટલે કે ગ્રાહક ફોરમની મદદ લઈ શકો છો. તમે Google Play Store અને Apple App Store પરથી તેની એપ ડાઉનલોડ કરી શકો છો. કંપની વિરુદ્ધ અહીં ફરિયાદ કરો, તે તમને મદદ કરી શકે છે.

આ પણ વાંચો : Cyber Crime: સાયબર ક્રાઈમ અંગેની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી? જાણો તમામ વિગતો

ધ્યાનમાં રાખો કે તમે જે નંબર પર રિચાર્જ કર્યું છે તે તમારા નંબર જેવો જ છે. તમારા નંબર અને ખોટા રિચાર્જ નંબર વચ્ચે એક કે બે નંબરનો તફાવત હોવો જોઈએ. જો નંબર સંપૂર્ણપણે અલગ છે, તો કંપની રિફંડ આપવાનો ઇનકાર કરી શકે છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:09 pm, Tue, 18 July 23