શું Google ઉપર અપલોડ કરાયેલા ફોટા ડીલીટ થઇ જશે? જાણો આજથી બદલાયેલા નિયમની શું પડશે અસર

|

Jun 01, 2021 | 8:35 AM

GOOGLE જે વિશ્વભરમાં નિઃશુલ્ક ફોટો અને વિડિઓ સ્ટોરેજ સેવાઓ પ્રદાન કરે છે આજથી આ સેવાઓ માટે ચાર્જ લેવાનું શરૂ કરશે.

શું Google ઉપર અપલોડ કરાયેલા ફોટા ડીલીટ થઇ જશે? જાણો આજથી બદલાયેલા નિયમની શું પડશે અસર
Google એ આજથી સ્ટોરેજની મર્યાદા નક્કી કરી છે.

Follow us on

GOOGLE જે વિશ્વભરમાં નિઃશુલ્ક ફોટો અને વિડિઓ સ્ટોરેજ સેવાઓ પ્રદાન કરે છે આજથી આ સેવાઓ માટે ચાર્જ લેવાનું શરૂ કરશે. ગૂગલ આ સેવાઓ માટે આજથી શુલ્ક લેવાનું શરૂ કરશે. કંપનીએ તેના નિર્ણય અંગે જાહેરાત કરી દીધી છે.

ગૂગલ ફોટો અને ડ્રાઇવ પર ચાર્જ લેશે
હાલ ગૂગલ ફોટોઝ મફત ક્લાઉડ સ્ટોરેજ ઓફર કરે છે જે હવે ચાર્જ કરવાનું પ્રારંભ કરશે. તેની નિ:શુલ્ક સુવિધા આજે 1 જૂન, 2021 થી બંધ કરવામાં આવી રહી છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા ફોટા અથવા ડેટાને Google ફોટા અથવા ડ્રાઇવ પર સ્ટોર કરો છો તો તમારે તેના માટે પૈસા ચકાવવા પડશે.

ગૂગલ 15 GBથી વધુ સ્ટોરેજ પર ચાર્જ લાગશે
ગૂગલ હાલમાં ગ્રાહકોને અમર્યાદિત મફત સ્ટોરેજ આપી રહ્યું હતું જેના દ્વારા ફોટા, દસ્તાવેજો, વિડિઓઝ અથવા કંઈપણ ઓનલાઇન સ્ટોર કરી શકાય છે અને ઇન્ટરનેટ દ્વારા ગમે ત્યાં એક્સેસ કરી શકાય છે. જોકે ગૂગલ તેના ગ્રાહકોને 15 જીબી સુધી સ્ટોર કરવાની મંજૂરી આપે છે પરંતુ ગ્રાહકોને વધુ જગ્યાની જરૂર છે અને જો તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે તો તેઓએ અલગથી ચાર્જ આપવો પડશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

શું જુના ફોટા ડીલીટ થઇ જશે ?
જો કોઈ ગુગલ ગ્રાહક 15 જીબીથી વધુ સ્ટોરેજ વાપરવા માંગે છે તો તેમને દર મહિને 1.99 ડોલર ચૂકવવા પડશે એટલે કે રૂ. ૧૪૬ આપવા પડશે. કંપનીએ આ યોજનાનું નામ ગુગલ વન રાખ્યું છે. તેનું વાર્ષિક ચાર્જ 19.99 ડોલર અથવા લગભગ રૂ 1500. ગ્રાહકો પાસેથી નવા ફોટા અને વીડિયો સ્ટોર કરવા માટે લેવામાં આવશે જ્યારે જૂના ફોટા અને વીડિયો પહેલાની જેમ સુરક્ષિત રહેશે.

Next Article