Tech News: એવું તો શું થયુ કે યુક્રેનના લોકો આટલી મોટી સંખ્યામાં ડાઉનલોડ કરી રહ્યા છે ટ્રાન્સલેશન એપ, જાણો કારણ

|

Mar 12, 2022 | 11:37 AM

યુક્રેનના લોકો ટ્રાન્સલેશન એપ (Translation Apps)નો સહારો લઈ રહ્યા છે. સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર દેશની ટોચની ટ્રાન્સલેશન એપ્સમાં પ્રથમ વખત મધ્યમ ધોરણે 71 ટકાની જંગી વૃદ્ધિ નોંધાઈ છે.

Tech News: એવું તો શું થયુ કે યુક્રેનના લોકો આટલી મોટી સંખ્યામાં ડાઉનલોડ કરી રહ્યા છે ટ્રાન્સલેશન એપ, જાણો કારણ
Google Translate
Image Credit source: Google

Follow us on

યુક્રેન પર રશિયન (Russia Ukraine Crisis) દ્વારા હુમલાઓ ચાલુ છે. તેના કારણે લગભગ 20 લાખ યુક્રેનિયનોએ પાડોશી દેશમાં પલાયન કર્યું છે. પરંતુ પાડોશી દેશ યુક્રેનના લોકો ભાષા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાના કારણે યુક્રેનના લોકો ટ્રાન્સલેશન એપ (Translation Apps)નો સહારો લઈ રહ્યા છે. સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર દેશની ટોચની ટ્રાન્સલેશન એપ્સમાં પ્રથમ વખત મધ્યમ ધોરણે 71 ટકાની જંગી વૃદ્ધિ નોંધાઈ છે.

ગૂગલ ટ્રાન્સલેટના ઈન્સ્ટોલમાં મોટો વધારો

યુક્રેનના એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ટોપ 10 ટ્રાન્સલેશન એપ્સ માર્ચના પ્રથમ નવ દિવસમાં 1,98,000થી વધુ વખત ઈન્સ્ટોલ કરવામાં આવી છે. ગત મહિને ફેબ્રુઆરીના પ્રથમ 9 દિવસમાં માસિક ધોરણે 1,16,000 ઈન્સ્ટોલ થયા છે, જે પાછલા મહિના કરતાં 71 ટકા વધુ છે. ગૂગલ ટ્રાન્સલેટ લગભગ 58,000 ઈન્સ્ટોલ સાથે અગ્રણી ડાઉનલોડિંગ ટ્રાન્સલેશન એપ્લિકેશન બની ગઈ છે. આગળ ટ્રાન્સલેટ ઓલ અને કેમેરા ટ્રાન્સલેટરનો નંબર આવે છે.

ટ્રાન્સલેટ એપ્લિકેશન ઈન્સ્ટોલ્સમાં ભારે વધારો

આપને જણાવી દઈએ કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ (Russia Ukraine War) ત્રીજા સપ્તાહમાં પહોંચી ગયું છે. તેમજ આ યુદ્ધ કેટલો સમય ચાલશે તે અંગે પણ હાલમાં કોઈ માહિતી નથી. આવી સ્થિતિમાં યુક્રેનના લોકોનું પડોશી દેશમાં સ્થળાંતર ચાલુ રહી શકે છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ટ્રાન્સલેશન એપના ઈન્સ્ટોલની સંખ્યામાં હજુ પણ મોટો વધારો નોંધાઈ શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

લેંગ્વેઝ લર્નિંગ એપ્લિકેશનના ઈન્સ્ટોલમાં મોટો વધારો

ટોચની 10 લેંગ્વેઝ લર્નિંગની એપ્લિકેશન્સ ધરાવતી એપ્સે માર્ચના પ્રથમ 9 દિવસમાં 1,32,000થી વધુ વખત ઈન્સ્ટોલ કરવામાં આવી છે. આ જ સમયગાળામાં ફેબ્રુઆરીમાં 90,000થી વધુ ડાઉનલોડ્સ થયેલી ટોચની 10 એપ્લિકેશનોમાંથી ત્રણ તો ફક્ત પોલિશ પર કેન્દ્રીત છે. જ્યારે અન્ય ત્રણ અંગ્રેજી પર કેન્દ્રિત છે અને એક ભાષા એપ્લિકેશન મુખ્યત્વે જર્મન શીખવા માટે હતી.

આ પણ વાંચો: Tech Tips: Google Pay પર કરી શકો છો કોઈને પણ બ્લોક, અપનાવો આ સરળ રીત

આ પણ વાંચો: WhatsApp Updates: WhatsApp હવે થશે વધુ સુરક્ષિત, કંપનીએ લોન્ચ કર્યું બ્રાઉઝર એક્સટેંશન, આ રીતે કરશે કામ

આ પણ વાંચો: Petrol Diesel Price Today : ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાની ચિંતા દૂર થઈ રહી છે, જાણો આજના પેટ્રોલ – ડીઝલના ભાવ

Next Article