WhatsAppમાં આવ્યું સૌથી મોટું ફીચર ! હવે જેનું એકાઉન્ટ નથી તેની સાથે પણ કરી શકાશે વાત

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ WhatsApp વાપરતું ન હોય તો પણ તમે તેની સાથે આ જ એપ પર ચેટ કરી શકો? હા, હવે આ શક્ય છે! WhatsApp એક એવું ફીચર લાવ્યું છે જે મેસેજિંગની દુનિયા બદલી નાખશે. જાણો કેવી રીતે થશે અશક્ય કામ...

WhatsAppમાં આવ્યું સૌથી મોટું ફીચર ! હવે જેનું એકાઉન્ટ નથી તેની સાથે પણ કરી શકાશે વાત
Image Credit source: Tv9Gujarati
| Updated on: Mar 16, 2026 | 7:25 PM

WhatsApp અત્યાર સુધીનું સૌથી આશ્ચર્યજનક ફીચર લઈને આવ્યું છે. અત્યાર સુધી એવું હતું કે જો તમારે કોઈને WhatsApp પર મેસેજ કરવો હોય, તો સામેવાળી વ્યક્તિ પાસે પણ WhatsApp એકાઉન્ટ હોવું ફરજિયાત હતું. પણ હવે ‘Guest Chats’ ફીચર આ મર્યાદાને તોડી નાખશે.

કેવી રીતે કામ કરશે આ ‘જાદુઈ’ લિંક?

WABetaInfo ના રિપોર્ટ મુજબ, આ ફીચર હવે કેટલાક બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. તેની રીત એકદમ સરળ છે:

  • લિંક જનરેટ કરો: યુઝર્સ ‘Invite a friend’ સેક્શનમાં જઈને એક સિક્યોર લિંક બનાવી શકશે.
  • લિંક શેર કરો: આ લિંક તમે SMS, ઈમેઈલ કે અન્ય કોઈ મેસેજિંગ એપ દ્વારા મોકલી શકો છો.
  • એકાઉન્ટ વગર એન્ટ્રી: જે વ્યક્તિ પાસે WhatsApp નથી, તે આ લિંક પર ક્લિક કરીને સીધું જ બ્રાઉઝર (Browser) માં ગેસ્ટ તરીકે ચેટિંગ શરૂ કરી શકશે. તેને કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે.

શું આ ચેટિંગ સુરક્ષિત છે?

ઘણાને પ્રશ્ન થશે કે ગેસ્ટ ચેટ સુરક્ષિત હશે કે નહીં? તો જવાબ છે હા!

  • End-to-End Encryption: WhatsApp ગેસ્ટ ચેટ માટે પણ યુનિક આઈડેન્ટિફાયર જનરેટ કરે છે, જેનો અર્થ છે કે તમારી વાતો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કંપની પોતે પણ તમારા મેસેજ વાંચી શકતી નથી.
  • વેરિફિકેશન: તમે QR કોડ સ્કેન કરીને કે સિક્યોરિટી કોડ મેચ કરીને ચેક પણ કરી શકો છો કે ચેટ સુરક્ષિત છે કે નહીં.

આ વાતોનું ખાસ ધ્યાન રાખજો!

આ ફીચરમાં કેટલાક ખાસ નિયમો પણ છે:

  • ચેટ એક્સપાયરી: જો આ ગેસ્ટ ચેટ 10 દિવસ સુધી ઇનએક્ટિવ રહેશે (એટલે કે કોઈ વાત નહીં થાય), તો તે ઓટોમેટિક ડિલીટ થઈ જશે. ફરી વાત કરવા માટે નવી લિંક મોકલવી પડશે.
  • નોટિફિકેશન: ગેસ્ટ યુઝરને નવા મેસેજનું નોટિફિકેશન નહીં મળે, એટલે તેણે મેન્યુઅલી બ્રાઉઝર ચેક કરવું પડશે.

WhatsAppનું આ પગલું ટેલિગ્રામ અને અન્ય એપ્સને મોટી ટક્કર આપી શકે છે. ખાસ કરીને પ્રોફેશનલ કામકાજ માટે જ્યાં સામેવાળી વ્યક્તિ WhatsApp પર ન હોય, ત્યાં આ ફીચર વરદાન સાબિત થશે.

ટ્રેડર ઊંઘતો રહ્યો અને AI એ કરી દીધો કમાલ ! માત્ર ગણતરીના કલાકોમાં ₹11 લાખના બનાવી દીધા ₹40 લાખ, વાંચવા માટે અહીં ક્લિક કરો