WhatsApp New Features : વોટ્સએપના આ નવા 5 ફીચર્સથી બદલાઈ જશે ચેટીંગ કરવાનો અંદાજ

|

Jun 19, 2021 | 8:56 AM

WhatsApp New Features : વોટ્સએપ ઘણી નવી સુવિધાઓ (New Features) પર કામ કરી રહ્યું છે. કંપની ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને ios માટે 5 આકર્ષક સુવિધાઓ (5 New Features) રજૂ કરી શકે છે.

WhatsApp New Features : વોટ્સએપના આ નવા 5 ફીચર્સથી બદલાઈ જશે ચેટીંગ કરવાનો અંદાજ
સાંકેતિક તસ્વીર

Follow us on

WhatsApp New Features : વોટ્સએપ ઘણી નવી સુવિધાઓ (New Features) પર કામ કરી રહ્યું છે. કંપની ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને ios માટે 5 આકર્ષક સુવિધાઓ (5 New Features) રજૂ કરી શકે છે. કંપની દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે તે ડીસઅપીયરીંગ મેસેજ ફીચર્સ (Disappearing messages) સાથે ‘વ્યુ વન્સ’ ફીચર્સ રજૂ કરી શકે છે. વળી WhatsApp Web વર્ઝનમાં કોલિંગનું ફીચર્સ પણ આવી રહ્યું છે. આવો જાણીએ વોટ્સએપના આ નવા 5 ફીચર્સ વિશે જેનાથી બદલાઈ જશે ચેટીંગનો અંદાજ.

1. Disappearing mode – મેસેજ અદૃશ્ય થવા
WhatsApp માં પહેલાથી જ Disappearing mode – મેસેજ અદૃશ્ય થવા ફીચર્સ આપવામાં આવી રહ્યું છે. કંપની હવે આમાં સુધારો કરી રાહ છે અને આ ફીચર્સને વધુ સારું બનાવી રહી છે. ફેસબુકના સીઇઓ માર્ક જુકરબર્ગે જણાવ્યું હતું કે વોટ્સએપ એક Disappearing mode ઓફર કરે છે, જે બધા ચેટ થ્રેડમાં ઇનેબલ્ડ કરે છે.હાલમાં આને મેન્યુઅલ સેટ કરવું પડે છે. આ ફીચરના ઇનેબલ હોવાથી એક મર્યાદિત સમયમાં મેસેજ ડિલીટ થઇ જશે.

2. View Once feature
માર્ક જુકરબર્ગે કન્ફર્મ કર્યું છે કે વોટ્સએપ પોતાના નવા ફીચર્સ (WhatsApp New Features) માં હવે ‘એક વાર જુઓ’ View Once feature લોંચ કરી રહ્યું છે. આ ફીચર ઇન્સ્ટાગ્રામનો ફોટો અને વિડિઓ ફીચરની જેમ છે. એકવાર ફીચરે જોયું ત્યારે યુઝર ફોટો અથવા વિડિઓનો એકવાર જોવામાં આવે, તો પછી ફોટો અને વિડિઓ ડિલીટ થઈ જાય. View Once ફીચરમાં જ્યારે યુઝરનો ફોટો અથવા વિડિઓ એકવાર જોવામાં આવશે ત્યારબાદ ફોટો અને વિડિઓ ડિલીટ થઈ જશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

3.Multiple device support
WhatsApp તરફથી મલ્ટીપલ ડિવાઈઝ સપોર્ટ નામનું ફીચર લાવવામાં આવી રહ્યું છે. આ ફીચરને આધારે યુઝર્સ એક જ વોટ્સએપ એકાઉન્ટને એક સાથે ચાર જુદા જુદા ડિવાઈઝ પર ચલાવી  શકશે. કંપનીએ ખાતરી આપી છે કે મલ્ટીપલ ડિવાઈઝ સપોર્ટ ફીચર એન્ડ ટુ એન્ડ ઇન્ક્રીપ્શન સાથે કોઈ સમજૂતી નહિ કરે.

4.Missed group calls
વોટ્સએપ Missed Group Calls નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જો તમને કોઈએ ગ્રુપકોલ માટે ઇન્વાઇટ કર્યા છે, પણ જો કોઈ કારણથી તમે જોડાઈ શકતા નથી, તો અ ફીચર દ્વારા બાદમાં પણ ગ્રુપકોલમાં જોડાઈ શકશો.

5.WhatsApp Read Later
વોટ્સએપ ‘Read Later નામના નવા ફીચરના લોન્ચિંગની તૈયારીમાં છે. આ ફીચર હાલના અર્કાઇવ ચેટની જગ્યા લેશે. વોટ્સએપ અર્કાઇવ ચેટ ફીચરને હટાવી દેશે.

Published On - 11:55 pm, Fri, 18 June 21

Next Article