વર્ષોની રાહ ખતમ…! WhatsAppમાં મેસેજ શેડ્યૂલ કરવાનું ફીચર આવ્યું, આ રીતે કરો સેટ

WhatsApp યુઝર્સ માટે એક મોટી અને કામની સુવિધા આવી ગઈ છે, જેની રાહ લાંબા સમયથી જોવાઈ રહી હતી. હવે તમે મેસેજ લખીને પહેલેથી જ સમય નક્કી કરી શકશો અને નક્કી કરેલા સમયે મેસેજ આપમેળે મોકલાઈ જશે.

વર્ષોની રાહ ખતમ...! WhatsAppમાં મેસેજ શેડ્યૂલ કરવાનું ફીચર આવ્યું, આ રીતે કરો સેટ
| Updated on: Nov 25, 2026 | 7:19 PM

વર્ષોથી જે દિવસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ આખરે આવી જ ગયો છે. વાત એમ છે કે, વોટ્સએપે યુઝર્સ માટે મેસેજ શેડ્યૂલ કરવાની સુવિધા એપમાં ઉમેરી દીધી છે. આનો અર્થ એ છે કે, હવે તમારે કોઈ મિત્ર, સંબંધી કે ખાસ વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે રાત્રે 12 વાગ્યા સુધી જાગવાની જરૂર નથી.

તમે મેસેજ શેડ્યૂલ કરી શકશો અને તમે નક્કી કરેલા સમયે મેસેજ આપમેળે સેન્ડ થઈ જશે. આ ફીચર ધીમે-ધીમે રોલઆઉટ થઈ રહ્યું છે, ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલાં તમારી એપને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી અપડેટ કરો.

Offline હોવ તો પણ તમારો મેસેજ ડિલિવર થઈ જશે

મેટાની માલિકીની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપે જણાવ્યું કે, આ ફીચર સિંગલ ચેટ અને ગ્રુપ ચેટ બંનેમાં કામ કરે છે. તેનાથી યુઝર્સ થર્ડ-પાર્ટી એપ કે રિમાઈન્ડર પર આધાર રાખ્યા વિના અગાઉથી મેસેજ પ્લાન કરી શકે છે. કંપનીનું કહેવું છે કે, શેડ્યૂલ કરેલા મેસેજ આપમેળે (ભલે મોકલનાર પસંદ કરેલા સમયે ઓફલાઈન જ કેમ ન હોય) ડિલિવર થઈ જશે.

કંપનીએ કરી પુષ્ટિ

વોટ્સએપ ઘણા સમયથી એન્ડ્રોઈડ અને આઈઓએસ (iOS) પર કેટલાક બીટા યુઝર્સ સાથે આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું. શેડ્યૂલ્ડ મેસેજ ફીચરની જાહેરાત ઓફિશિયલ X એકાઉન્ટ દ્વારા પણ કરવામાં આવી છે. આ ફીચરથી યુઝર્સ મેસેજ લખી શકે છે અને પસંદ કરી શકે છે કે, તેઓ તેને ક્યારે ડિલિવર કરવા માંગે છે?

WhatsApp Schedule Messages નો આ રીતે કરો ઉપયોગ

મેસેજ શેડ્યૂલ કરવા માટે મેસેજ લખો અને ત્યારબાદ સેન્ડ બટનને થોડી સેકન્ડ સુધી દબાવી રાખો. શેડ્યૂલ ફીચર તમારી સામે આવી જશે અને તમને પૂછવામાં આવશે કે, તમારે કઈ તારીખ માટે મેસેજ શેડ્યૂલ કરવો છે? એક વાત ધ્યાન રાખો કે, જો તમે અત્યારે મેસેજ શેડ્યૂલ કરો છો, તો આગામી 10 મિનિટ પછીનો જ મેસેજ શેડ્યૂલ થશે.

આ ઉપરાંત આજનો દિવસ અને આગામી 14 દિવસ સુધી શેડ્યૂલ કરવાની સુવિધા મળે છે, એટલે કે હાલ શરૂઆતમાં આ ફીચર કુલ 15 દિવસ મેસેજ શેડ્યૂલ કરવાની સુવિધા આપશે.

ફીચર ડોક્યુમેન્ટ્સ માટે કામ કરતું નથી

શેડ્યૂલ્ડ મેસેજ ટેક્સ્ટ, લિંક, ફોટો અને વીડિયોને સપોર્ટ કરે છે, જે WhatsApp ના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રહેશે. જો કે, આ ફીચર ડોક્યુમેન્ટ્સ માટે કામ કરતું નથી.

એકવાર ડિલિવરીનો સમય પસંદ કર્યા બાદ મેસેજ આપમેળે મોકલી દેવામાં આવે છે. મોકલનારને નક્કી કરેલો સમય આવે ત્યારે વોટ્સએપ ખુલ્લું રાખવાની કે પોતાનો ફોન ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવાની જરૂર રહેશે નહીં.

યુઝર ડિલિવર થતા પહેલાં શેડ્યૂલ કરેલા મેસેજ જોઈ પણ શકે છે. ચેટ ઈન્ફોર્મેશન સ્ક્રીનમાં એક ખાસ સેક્શન પેન્ડિંગ મેસેજની યાદી બનાવે છે, જેનાથી યુઝર પ્લાન બદલાય ત્યારે તેને ડિલીટ કરી શકે છે. આ ફીચર ગ્રુપ ચેટમાં પણ ખાસ રીતે કામ કરે છે.

Breaking News : WhatsAppમાં આવશે શાનદાર ફીચર, એક સાથે ચાલશે ફોનના બંને કેમેરા, રેકોર્ડિંગનો અંદાજ બદલાશે

Follow Us
Loading...
Unable to load recommendations.