WhatsAppમાં હવે ઉમેરાશે નવું ફિચર,નોટીફિકેશનથી મળશે હંમેશા માટે આઝાદી,વાંચો શું નવું હશે વોટ્સએપમાં

|

Jul 29, 2020 | 2:36 PM

મેસેન્જર સેવા વોટ્સ એપ(WhatsApp) હવે તેની સેવાઓમાં ખાસ પ્રકારનો ચેન્જ લાવવા જઈ રહી છે. મેસેન્જર સેવા વોટ્સએપ પર ગ્રૃપ ચેટ નોટીફિકેશનને લઈને ગણાં લોકો પરેશાન રહેતા હોય છે, મ્યુટ કરવાનું ઓપ્શન છે પરંતુ તે એક ખાસ સમય માટે. હવે સમાચાર એ આવી રહ્યા છે કે કંપની ચેટને હંમેશા માટે મ્યુટ કરવાનું ઓપ્શન આપી શકે છે. […]

WhatsAppમાં હવે ઉમેરાશે નવું ફિચર,નોટીફિકેશનથી મળશે હંમેશા માટે આઝાદી,વાંચો શું નવું હશે વોટ્સએપમાં
http://tv9gujarati.in/whatsapp-ma-have…e-hamesha-aazadi/

Follow us on

મળતી માહિતિ પ્રમાણે કંપની નવું ફિચર ડેવલપ કરી રહી છે કે જે ગ્રૃપ ચેટને હંમેશા માટે મ્યૂટ કરવાનાં કામમાં આવી શકે છે.WABetainfo, વોટ્સએપનાં ફિચર્સનું ટ્રેક રાખવાવાળી વેબસાઈટે એક સ્ક્રીન શોટ્સ શેર કર્યો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ સ્ક્રીન શોટ્સમાં ગ્રૃપ ચેટ મ્યૂટ ઓપ્શનમાં એક નવું Always સેક્શન જોઈ શકાશે. આ પહેલા સુધી અહી 1 વર્ષ સુધી ગ્રૃપ ચેટ્સ મ્યૂટ કરવાનું ફિચર ઉપલબ્ધ છે. આ સ્ક્રીન શોટ વોટ્સએપનાં બીટા 2.20.197.3 વર્ઝન બતાવવામાં આવી રહ્યું છે.

અગર કંપની આ ફિચર ફાઈનલ બિલ્ડની પ્રોસેસ માટે જાય છે તે એનો મતલબ એ થશે કે તમે એક વાર ગ્રૃપ ચેટ મ્યૂટ કરી દો અને ફરી જ્યાર સુધી તમે અનમ્યૂટ નહી કરો ત્યાર સુધી તે મ્યૂટ જ રહેશે, એ ગ્રૃપનાં ચેટ નોટીફિકેશન જ તને નહી આવે.

 

Mute Alwaysનું આ ફિચર હાલમાં બીટા વર્ઝનમાં આપવામાં આવ્યું છે પરંતુ વપરાશકારો માટે તે ઉપલબ્ધ નથી. કેમકે આ ફિચર ડેવલપમેન્ટનાં સ્ટેજ પર છે એટલે હાલમાં એ નહી કહી શકાય કે તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે અને વપરાશકારો ક્યારથી તેમનો ઉપયોગ કરી શકશે.

જો કે એન્ડ્રોઈડ બીટા ટેસ્ટર્સ તેને વાપરી શકશે. બીટા યૂઝર્સ માટે આ ગુગલ પ્લે સ્ટોરનાં માધ્યમથી જ અપડેટ થઈ શકશે. મહત્વનું છે કે વોટ્સએપ થોડા થોડા સમયે નવા ફિચર્સનું ટેસ્ટીંગ કરતી રહે છે પરંતુ એમાંથી કેટલાક ફિચર્સ પબ્લીક કે ફાઈનલ બિલ્ડમાં આવતા જ નથી.

WhatsApp દ્વારા સતત એન્ડ્રોઈડ બિટા અને iOS બિટા માટે ફિચર્સ જાહેર કરાતા હોય છે. અહિંયા તેની ચકાસણી કરવામાં આવશે. એવામાં અપકમિંગ ફિચર્સની જાણકારી મળતી રહે છે, સાથે જ Wabetainfo માધ્યમથી પણ વિગતો મળતી રહે છે.

અહિંયા અમે તમને એવા જ ટોપ 5 અપકમિંગ ફિચર્સ માટે બતાવવા જઈ રહ્યા છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે બધા ફિચર્સ હાલમાં ટેસ્ટીંગ પિરિયડમાં છે. સાથે જ તેને અધિકૃત રીતે લોન્ચ કરવાની પુષ્ટી વોટ્સએપ તરફથી કરવામાં નથી આવી, એવામાં સંભવ છે કે તેમનું લોન્ચીંગ ના પણ કરવામાં આવે.

આ છે વોટ્સએપનાં આવનારા અપકમિંગ ફીચર્સ
1.મલ્ટી ડિવાઈસ સપોર્ટ- આ આવનારા ફિચરની મદદથી વપરાશકર્તા એક જ સમયે એક કરતા વધારે ડિવાઈસમાં પોતાનું વોટસએપ વાપરી શકશે અને તે પણ પહેલાનાં લોગઈનમાંથી લોગ ઓઉટ થયા વગર.સેટીંગ્સમાં જઈને એક નવા લિન્ક એકાઉન્ટ ઓપ્શનને લાવી રહ્યું છે જેનાથી નવા ડિવાઈસ એડ કરી શકાશે.

2.વોટ્સએપ કોન્ટેક્ટ શોર્ટ કટ- Wabetainfo મુજબ આ ફિચરથી યૂઝર વોટ્સ એપ મેસેજ મોકલવા કોન્ટેક્ટમાં જઈને શોર્ટકટ ક્રિએટ કરી શકશે. કોઈ એક નક્કી કરેલા શોર્ટકટને હટાવવો પોસીબલ નહી થાય પરંતુ યૂઝર્સ એક વારમાંજ બધા શોર્ટ કટ ડિલિટ પણ કરી શકશે.

3.વોટ્સએપનું ફેસબુક મેસેન્જરમાં ઈન્ટીગ્રેશન: પાછલા વર્ષે માર્ક ઝુકરબર્ગે આ માહિતિ આપી હતી કે કંપની ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપમે મર્જ કરવાની તૈયારી કરી રહી છે. એટલે કે અગર તમારી પાસે એક ફેસબુક એકાઉન્ટ છે તો તમે વોટ્સએપ એકાઉન્ટ વાળા મિત્ર સાથે કનેક્ટ કરી શકશો. જો કે યૂઝર્સ માટે તે ક્યારે આવસે તે કહેવું મુશ્કેલ છે.

4.બબલ કલર: કેટલાક રિપોર્ટથી જાણકારી મળી છે કે વોટ્સ એપ ડાર્ક મોડ માટે એક નવા બબલ કલર પર કામ કરી રહ્યું છે, જો કે જુના ગ્રીન બબલ કલરને નવા સાથે રીપ્લેસ કરી શકે છે.

 

Next Article