જો તમે એવા સમાચાર પણ સાંભળ્યા હોય કે WhatsApp સ્ક્રીનશોટ શોધવા માટે ત્રીજુ બ્લુ ટિક જાહેર કરી રહ્યું છે અને તમે તેની પુષ્ટિ કરવા માગો છો, તો તમારે આ સમાચારને સંપૂર્ણપણે નકારવા જોઈએ. આવું કંઈ થવાનું નથી. WhatsApp યુઝર્સ મેસેજના સ્ક્રીનશોટ લેવામાં આવ્યા છે જે દર્શાવે છે કે હાલ મેસેજિંગ એપ આ પ્રકારનો સ્ક્રીનશોટ ડિટેક્શન ફિચરને રોલ આઉટ કરવાની કોઈ યોજના નથી.
WhatsApp ફીચર ટ્રેકર, Wabetainfo એ ત્રીજા ટિકના સમાચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ટ્વિટર પર પોસ્ટ કરીને, Wabetainfoએ કહ્યું, “WhatsApp સ્ક્રીનશોટને શોધવા માટે ત્રીજુ બ્લુ ટીક ડેવલપ નથી કરી રહ્યું, આ ખોટા સમાચાર છે. અટકળો લગાવામાં આવી રહી હતી કે, વોટ્સએપ જલ્દી જ યુઝર્સને નોટિફાઈ કરવા માટે એક ત્રીજા ટીકને (Blue check feature)રજુ કરશે જ્યારે તેમના મેસેજનો સ્ક્રીનશોટ લેવામાં આવશે.
ત્યારે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે, કેટલાક વપરાશકર્તાઓ નકલી સમાચાર માટે આ પોસ્ટ કરી રહ્યા છે. તમે સોશિયલ મીડિયા (Social Media) પર જે વાંચો છો તેના પર આંધળો વિશ્વાસ કરતા પહેલા, તમારે Twitter પરના અધિકૃત WhatsApp હેન્ડલથી ક્રોસ ચેક કરવું જોઈએ. વોટ્સએપ ટ્વિટર પર દરેક નવા ફીચરની જાહેરાત કરે છે અને ફીચર રીલીઝ થતા જ તમને તેના વિશે જાણ કરવામાં આવશે.
WhatsApp is NOT developing a third blue check to detect screenshots: it’s fake news.
— WABetaInfo (@WABetaInfo) December 27, 2021
હાલમાં, વોટ્સએપ પાસે યુઝર્સને નોટિફાઈ કરવા માટે માત્ર બે ટીક છે કે જેમાં મેસેજ ડિલીવર કરવામાં આવ્યો છે જ્યારે બે વાર ટીક થઈ જાય તો તેનો મતલબ કે રિસીવરે મેસેજ વાંચી લીધો છે. જો માત્ર એક જ ટિક હોય, તો તેનો અર્થ એ છે કે મેસેજ ડિલિવર નથી કરાયો.
WhatsApp પર બ્લુ ટિક કેવી રીતે બંધ કરવી
વોટ્સએપ યુઝર્સ બ્લુ ટિક બંધ પણ કરી શકે છે જો તેઓ તેમના સંપર્કને જાણવા માંગતા ન હોય કે તેમણે મેસેજ વાંચ્યો છે કે નહીં. રિસિપ્ટને બંધ કરવા માટે, તમારે આ સ્ટેપને અનુસરવા પડશે. અહીં નોંધવું મહત્વપૂર્ણ છે કે જો તમે વાંચેલી રિસિપ્ટને બંધ કરો છો, તો તમે એ પણ જોઈ શકશો નહીં કે તમારા સંદેશાઓ વાંચવામાં આવ્યા છે કે નહીં, કારણ કે જો તમે તમારો મેસેજ છુપાવો છો, તો બ્લુ ટિક તમને દેખાશે નહીં.
તમારા સ્માર્ટફોનમાં WhatsApp ખોલો
સેટિંગ્સ મેનૂ પર જાઓ
તે પછી Privacy વિકલ્પ પર જાઓ
હવે તમે Read receipt બંધ કરી શકો છો
આ પણ વાંચો: Smartphone Safety Tips: આ ચાર ભુલના કારણે ખરાબ થઈ શકે છે સ્માર્ટફોન, જાણો તેનાથી કઈ રીતે બચવું
આ પણ વાંચો: Viral: વૃદ્ધની મસ્તી કૂતરાને પસંદ ન આવી ! યુવક સાથે કર્યું કંઈક આવું, જૂઓ આ લાગણીસભર વીડિયો