Tech News : વોટ્સએપ ગ્રુપના એડમિનને મળશે વધુ પાવર, નવા ફીચરથી વોટ્સએપ ચેટને કન્ટ્રોલ કરી શકશે!!

|

May 08, 2022 | 9:57 AM

માર્ક ઝકરબર્ગની મેટા કંપની (Meta Company) દ્વારા WhatsAppમાં એક મોટું ફીચર લાવી રહી છે. આ નવા ફીચર હેઠળ ગ્રુપ એડમિન્સને વોટ્સએપમાં વધુ અધિકારો મળવા જઈ રહ્યા છે.

Tech News : વોટ્સએપ ગ્રુપના એડમિનને મળશે વધુ પાવર, નવા ફીચરથી વોટ્સએપ ચેટને કન્ટ્રોલ કરી શકશે!!
WhatsApp (File Photo)

Follow us on

માર્ક ઝકરબર્ગની (Mark Zuckerberg) મેટા કંપની (Meta Company) વોટ્સએપમાં (WhatsApp) એક મોટું ફીચર લાવી રહી છે. આ નવા વોટ્સએપ ફીચર દ્વારા ગ્રુપના એડમિન વોટ્સએપ ચેટને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ન્યુ ફીચર ગૂગલ પ્લે સ્ટોરના બીટા પ્રોગ્રામ સાથે નવા અપડેટ વર્ઝન 2.22.11.4 દ્વારા રોલઆઉટ કરવામાં આવશે. અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફીચર ડેવલપમેન્ટ હેઠળ છે. વોટ્સએપ અપડેટ્સને ટ્રૅક કરતી વેબસાઈટ WABetainfoના જણાવ્યા અનુસાર, તે મેટા કંપનીના ગ્રુપ એડમિનને વધુ પાવર આપવાનું વિચારી રહી છે.

આ નવા WhatsApp ફીચર હેઠળ, હવે વોટ્સએપ ગ્રુપના એડમિનિસ્ટ્રેટરને દરેક માટે કોઈપણ ચેટનો મેસેજ ડિલીટ કરવાનો અધિકાર હશે. આ સંદેશ કાઢી નાખ્યા પછી, દરેક વ્યક્તિ આને ‘આ એડમિન દ્વારા દૂર કરવામાં આવ્યું હતું’ તરીકે જોશે.

ટેક રિપોર્ટ્સ અનુસાર, આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ હેઠળ છે પરંતુ Meta કંપની ટૂંક સમયમાં તેને લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે. WABetainfoએ આ અંગેનો સ્ક્રીનશોટ પણ બહાર પાડ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Whatsapp ગ્રુપ એડમિનને વધુ પાવર મળશે

જો આ નવું ફીચર વોટ્સએપમાં લાગુ કરવામાં આવશે તો આ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં તેની મોટી અસર પડશે. એકવાર આ સુવિધા લાગુ થઈ જાય, પછી એડમિન એક મધ્યસ્થી તરીકે કાર્ય કરશે અને તેમની પાસે ગ્રુપમાંથી કોઈપણ સંદેશ કાઢી નાખવાની સત્તા હશે. આ સાથે, એડમિન માત્ર ચેટ સામગ્રીના પ્રવાહને નિયંત્રિત કરી શકેવા ઉપરાંત, ગ્રુપમાં કોઈપણ વાંધાજનક અને અફવા અથવા નકલી માહિતીને પણ કાઢી શકશે.

WhatsApp યુઝર્સને ઘણા નવા ફીચર્સ મળશે

વોટ્સએપ એડમિનને આ પાવર આપવાની સાથે સાથે અત્યારે, અન્ય ઘણા ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે. ટેક રિપોર્ટ્સ અનુસાર, મેટા કંપની હવે યુઝર્સને મેસેજ ડિલીટ કરવાની સમય મર્યાદા વધારવા પર વિચાર કરી રહી છે. જો કે, બની શકે છે કે હવે વોટ્સએપ પર યુઝર્સ 2 દિવસ અને 12 કલાક પછી પણ તેમના મેસેજ ડીલીટ કરી શકશે.

આવનારા નવા અપડેટમાં પણ યુઝર્સ આ અપડેટ મેળવી શકે છે, જો કે તેના વિશે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ લીક થયેલા ટેક રિપોર્ટ્સમાં આવી માહિતી સામે આવી છે.

હવે સ્ટેટસ પર ઈમોજી રિએક્શન મોકલો

આ તમામ નવા અપડેટ્સ સાથે, WhatsAppએ તાજેતરમાં એક નવું ફીચર બહાર પાડ્યું છે. હવે યુઝર્સ સ્ટોરી પર ઈન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપના સ્ટેટસ પર ઈમોજી સાથે રિએક્ટ કરી શકશે. અત્યાર સુધી વોટ્સએપ/સ્ટેટ્સ/ સ્ટોરી પર માત્ર ટેક્સ્ટ રિપ્લાય આપવાનો વિકલ્પ હતો. પરંતુ હવે તમે ઈમોજી વડે પણ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકશો. આ માટે કંપનીએ 6 ઈમોજીઝ બનાવ્યા છે.

આ 6 ન્યુ વોટ્સએપ રિએક્ટ ઈમોજીઝમાં લાઈક, લવ, લાફ, સરપ્રાઈઝ્ડ, થેંક્સ અને સેડ જેવા ઈમોજીસ સામેલ હશે.

 

Published On - 9:38 am, Sun, 8 May 22

Next Article