WhatsApp Fraud: વોટ્સએપ પર જુદી-જુદી રીતે થાય છે છેતરપિંડી, જાણો ફ્રોડથી કેવી રીતે બચવું, જુઓ Video

|

Aug 28, 2023 | 1:42 PM

સાયબર પોલીસ અને સરકાર પણ લોકોને સાવચેત રહેવાની સૂચનાઓ આપે છે. પરંતુ ઠગ લોકોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે આ બધું હોવા છતાં તેઓ અવનવી પદ્ધતિઓ અપનાવીને ફ્રોડ (Cyber Fraud) કરી રહ્યા છે.

WhatsApp Fraud: વોટ્સએપ પર જુદી-જુદી રીતે થાય છે છેતરપિંડી, જાણો ફ્રોડથી કેવી રીતે બચવું, જુઓ Video
WhatsApp Fraud

Follow us on

દરરોજ છેતરપિંડીની નવી નવી પદ્ધતિઓ સામે આવી રહી છે. તેને લઈને સાયબર (Cyber Crime) પોલીસ અને સરકાર પણ લોકોને સાવચેત રહેવાની સૂચનાઓ આપે છે. પરંતુ ઠગ લોકોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે આ બધું હોવા છતાં તેઓ અવનવી પદ્ધતિઓ અપનાવીને ફ્રોડ (Cyber Fraud) કરી રહ્યા છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના (WhatsApp Fraud) વિશાળ યુઝર બેઝને કારણે અનેક છેતરપિંડીની ઘટના સામે આવે છે.

પાર્ટ ટાઈમ જોબ ઓફર કરે છે

આજકાલ આ સાયબર ફ્રોડ ઓનલાઈન ખૂબ જ એક્ટીવ બની ગયા છે. સ્કેમર્સ લોકોને ફોન કરીને પોતાને મિત્ર અથવા સંબંધી હોવાનો દંભ કરે છે અને રૂપિયાની છેતરપિંડી કરે છે. તેઓ વોટ્સએપ કોલ ઉપરાંત મેસેજ દ્વારા પાર્ટ ટાઈમ જોબ ઓફર કરે છે અને ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, સિક્યોરીટી ડીપોઝિટ વગેરેના નામે રૂપિયા પડાવે છે.

ફોન હેક કરીને ફ્રોડ કરે છે

આ ઉપરાંત ઘણી વખત લકી ડ્રોના નામે પણ ઈનામ તરીકે કોઈ મોંઘી વસ્તુ કે રોકડની લાલચ આપવામાં આવે છે. લોકો જ્યારે તેની જાળમાં ફસાઈ છે ત્યારે તેમની પાસેથી નાની રકમની માંગણી કરી ફ્રોડ કરે છે. ઘણી વખત સ્કેમર્સ ઈન્સ્ટન્ટ લોન આપવાના બહાને અંગત ડેટાની ચોરી કરે છે અને બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે. સાયબર અપરાધીઓ તમારો ફોન હેક કરીને પણ ફ્રોડ કરે છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

 

 

આ પણ વાંચો : Telegram Fraud: ટેલિગ્રામ પર રૂપિયાની લાલચ આપીને થાય છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ, જુઓ Video

ફ્રોડથી કેવી રીતે બચવું

છેતરપિંડીથી બચવા માટે જાગૃત રહેવાની જરૂર છે. કોઈપણ અજાણી લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં. અજાણ્યા નંબર પરથી આવતા ફોન કોલ પર વાત કરવી નહીં. તેમાં પણ ખાસ કરીને ભારત સિવાયના અન્ય દેશમાંથી આવતા કોલને બ્લોક કરવા જોઈએ. તમારી બેંકની વિગતો, OTP, પાસવર્ડ, પીન કે કાર્ડ નંબર આપશો નહીં. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article