WhatsAppના આ 5 નવા ફીચર્સ તમારી ચેટ બનાવશે સરળ

|

Nov 28, 2018 | 5:09 AM

WhatsApp પર ઘણાં નવા ફીચર્સ અપડેટ થતાં રહે છે. હવે આ નવા પાંચ ફીચર્સ લોન્ચ કરવા જઇ રહ્યું છે, જેની સાથે તમારી ચેટ સરળ બની રહેશ. જેના લોન્ચ સાથે જ તમને ચેટિંગ કરવામાં ઘણી સરળતા રહેશે અને તેમજ ઘણું રસપ્રદ બની રહેશે. જાણો ક્યાં પાંચ ફીચર્સ જે તમારાં ચેટને ઘણું જ સરળ બનાવશે. 1. ગ્રુપમાં […]

WhatsAppના આ 5 નવા ફીચર્સ તમારી ચેટ બનાવશે સરળ
WhatsApp unknown facts- TV9

Follow us on

WhatsApp પર ઘણાં નવા ફીચર્સ અપડેટ થતાં રહે છે. હવે આ નવા પાંચ ફીચર્સ લોન્ચ કરવા જઇ રહ્યું છે, જેની સાથે તમારી ચેટ સરળ બની રહેશ. જેના લોન્ચ સાથે જ તમને ચેટિંગ કરવામાં ઘણી સરળતા રહેશે અને તેમજ ઘણું રસપ્રદ બની રહેશે. જાણો ક્યાં પાંચ ફીચર્સ જે તમારાં ચેટને ઘણું જ સરળ બનાવશે.

1. ગ્રુપમાં કરી શકશો પ્રાઇવેટ રિપ્લાય
આ ફીચર લોન્ચ થવાની સાથે જ તમે વોટ્સએપ પર ગ્રુપમાં આવનાર મેસેજનો જવાબ કોઇને પણ વ્યક્તિગત રીતે આપી શકશો. જેના માટે મેસેજ સિલેકેટ કરવાનો રહેશે અને જે પછી ટોપ સ્ક્રીન પર જમણી બાજુમાં ત્રણ ડોટ જોવા મળશે. જ્યાંથી તમે પ્રાઇવેટ રિપ્લાઇનો ઓપ્શન સિલેકેટ કરી શકશો

2. ડાર્ક મોડ પર કરી શકશો ચેટ
YouTube પર જે રીતે ડાર્ક મોડ એટલે કે નાઇટ મોડ ફીચર છે, તે રીતે વોટ્સએપ પર પણ હવે નાઇટ મોડ ફીચર મળશે. આ ફીચરનો ઉપયોગ કરો જેથી તમને રાતના અંધારામાં પણ કોઇ પણ તકલીફ વગર ઉપયોગ કરી શકશો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

3. છુપાવી શકશો ચેટ
આ ફીચર WhatsApp ચેટને હાઇડ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ તમામ યૂઝર્સ પોતાની ચેટ હાઇડ કરવા માટે કરી શકે છે. જે પછી જ્યારે પણ તમારે હાઇડ કરવામાં આવેલી ચેટ વાંચવી હશે તો અર્કાઇવ ઓપ્શનમાં જઇને વાંચી શકો છો.

4. વીડિયો સાથે ચેટિંગ
ઇન્સ્ટાગ્રામ અને YouTubeના વીડિયો સીધાં WhatsApp પર જોઇ શકશો. એટલે તમારી ચેટ દરમિયાન વોટ્સએપમાંથી YouTube પર જવાની જરૂર રહેશે નહીં. ત્યાંથી જ વીડિયો જોતાં જોતાં જ ચેટિંગ કરી શકશો.

5. પ્રિવ્યૂ નોટિફિકેશન
WhatsApp પોતાના યૂઝર્સ માટે પ્રિવ્યૂ મીડિયાનો ઓપ્શન પણ લાવવા જઇ રહ્યું છે. જેની મદદથી યૂઝર્સને ફોટો અને વીડિયોના નોટિફિકેશનની મદદથી ફાઇલ ખોલ્યા વગર ડાઉનલોડ કરી શકશો.

હાલમાં આ તમામ ફીચર્સ WhatsAppના બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. પરંતુ ટૂંક સમયાં તમામ WhatsApp યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.

શું છે એન્ડ્રોઇડ બીટા વર્ઝન ?
બીટા વર્ઝન એટલે કે કંપની દ્વારા એન્ડ્રૉએડ બીટા પર એક્સેસની સુવિધા આપવામાં આવે છે. જેના ટેસ્ટિંગ અને નવા ફીચરના ફીડબેક પછી જ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. જે પછી જ તમે WhatsApp યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોરમાં એપ અપડેટ કરી શકશો.

Published On - 6:00 am, Wed, 14 November 18

Next Article