Android થી iOS માં નવા ફીચરની મદદથી WhatsApp ડેટા ટ્રાન્સફર કરવાના જાણો 7 સરળ સ્ટેપ

|

Jun 16, 2022 | 4:37 PM

વોટ્સએપમાં (WhatsApp New feature) "એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે તમારી ચેટ હિસ્ટ્રી, ફોટો, વીડિયો અને વોઇસ મેસેજ Android થી iPhone વચ્ચે ટ્રાન્સફર કરવા માટે WhatsAppમાં એક ફીચર્સ નવું આવશે.

Android થી iOS માં નવા ફીચરની મદદથી WhatsApp ડેટા ટ્રાન્સફર કરવાના જાણો 7 સરળ સ્ટેપ
Whtasapp New Features
Image Credit source: osdaily

Follow us on

જો તમે એન્ડ્રોઈડથી આઈઓએસ ફોન પર સ્વિચ કરો છો તો તમે સરળતાથી WhatsApp ડેટા ટ્રાન્સફર કરી શકશો. WhatsApp પર એક નવું ફીચર (WhatsApp New feature) આવવાનું છે, તેની જાહેરાત Metaના CEO માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) કરી હતી. આ પહેલા આવું થઈ શક્તુ ન હતું. આઇફોન લીધા બાદ લોકો જૂના એન્ડ્રોઇડ ફોનમાંથી વોટ્સએપ ચેટ, ફોટો, વીડિયો જેવી વસ્તુઓ iOS માં ટ્રાન્સફર કરી શકતા ન હતા. પરંતુ હવે આ ફીચર આવ્યા બાદ ડેટા સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે.

માર્ક ઝકરબર્ગે ફેસબુકની એક પોસ્ટમાં લખ્યું છે કે, અમે વોટ્સએપમાં “એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે તમારી ચેટ હિસ્ટ્રી, ફોટો, વીડિયો અને વોઇસ મેસેજ Android થી iPhone વચ્ચે ટ્રાન્સફર કરવા માટે અમે WhatsAppમાં એક ફીચર્સ ઉમેરી રહ્યા છીએ.” આ ફીચર્સ માટે સૌથી વધુ રિક્વેસ્ટ આવી છે. ગયા વર્ષે અમે iOS માંથી Android પર સ્વિચ કરવાનું ફીચર્સ આપ્યું હતું, આ વર્ષે અમે Android થી iOS પર સ્વિચ કરવાનું ફીચર્સ આપવા જઈ રહ્યા છીએ.

7 સરળ સ્ટેપ્સમાં કરી શકશો ડેટા ટ્રાન્સફર

  1. નવા iOS ડિવાઈસમાં ‘એપ્સ અને ડેટા’ સ્ક્રીન પર જાઓ. ત્યારપછી ‘Move data from Android’ પર જાઓ.
  2. તમારા Android ડિવાઈસમાં ‘Move to iOS’ એપ્સ ઇન્સ્ટોલ કરો. એપ ખોલ્યા પછી ટર્મસ્ એન્ડ કન્ડીશન એક્સેપ્ટ કરો અને નેક્સ્ટ પર ક્લિક કરો.
  3. આજનું રાશિફળ તારીખ : 19-05-2024
    ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
    Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
    લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
    આજનું રાશિફળ તારીખ : 18-05-2024
    ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
  4. તમારા iOS ડિવાઈસમાં ‘Move From Android’ સ્ક્રીન પર કન્ટિન્યુ પર ક્લિક કરો. પછી તમને 6-10 અંકનો કોડ દેખાશે.
  5. તે કોડને તમારા Android ડિવાઈસમાં નાખો.
  6. તમારું iOS ડિવાઈસ ટેમ્પરેરી Wi-Fi નેટવર્ક શરૂ થશે, તમારા Android ડિવાઈસમાંથી તે નેટવર્ક પર ક્લિક કરો. આ પછી તમને ટ્રાન્સફર ડેટા સ્ક્રીન જોઈ શકશો.
  7. તમારા Android ડિવાઈસમાંથી જે ડેટાને ટ્રાન્સફર કરવા માંગો છો તે સિલેક્ટ કરો અને ફરી કન્ટિન્યુ પર ક્લિક કરો. ડેટા ટ્રાન્સફર થાય ત્યાં સુધી બંને ડિવાઈસને ચાલુ રાખો. ટ્રાન્સફરમાં વધારે સમય લાગી શકે છે.
  8. ટ્રાન્સફર પૂરૂ થઈ જાય પછી તમારા Android ડિવાઈસમાં ડલ પર ક્લિક કરો. ત્યારબાદ તમારા iOS ડિવાઈસમાં કન્ટિન્યુ પર ક્લિક કરો, પછી આગળના સ્ટેપસ્ને ફોલો કરો. પછી તમારો ડેટા ટ્રાન્સફર થઈ થશે.
Next Article