ફોન વગર પણ વાપરી શકાશે વોટ્સએપ, વોટ્સએપનું નવુ ફીચર લોન્ચ

|

Nov 07, 2021 | 1:55 PM

ટૂંક સમયમાં એક નવું ફીચર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર શરૂ થશે. જેની મદદથી સ્માર્ટફોન પર ઇન્ટરનેટ બંધ કર્યા પછી તમે કમ્પ્યુટર, લેપટોપ અને વિન્ડોઝ ટેબલેટમાં પણ WhatsAppની મજા માણી શકશો.

ફોન વગર પણ વાપરી શકાશે વોટ્સએપ, વોટ્સએપનું નવુ ફીચર લોન્ચ
WhatsApp New Feature

Follow us on

કોરોનાકાળ(Covid-19) દરમિયાન અને વર્ક ફ્રોમ હોમ સિસ્ટમ થયા પછી મોટાભાગની ઓફિસમાં વોટ્સએપ(WhatsApp) કમ્યુનિકેશન સિસ્ટમનો મુખ્ય ભાગ બની ગયો છે. વોટ્સએપનો ઉપયોગ કોરોનાકાળમાં બહોળો થઇ ગયો છે. ત્યારે હવે વોટ્સએપે એક નવુ ફીચર (Feature) લોન્ચ કરી રહ્યુ છે. જેનાથી યુઝર્સ સ્માર્ટફોન વગર કમ્પ્યુટર, લેપટોપ અને વિન્ડોઝ ટેબલેટમાં WhatsAppનો ઉપયોગ કરી શકશે.

કેવી રીતે થશે નવા ફીચરનો ઊપયોગ ?
ટૂંક સમયમાં એક નવું ફીચર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર શરૂ થશે. જેની મદદથી સ્માર્ટફોન પર ઇન્ટરનેટ બંધ કર્યા પછી, તમે કમ્પ્યુટર, લેપટોપ અને વિન્ડોઝ ટેબલેટમાં પણ WhatsAppની મજા માણી શકશો. હાલમાં ડેસ્કટોપ એપ કે વોટ્સએપ વેબનો ઉપયોગ કરવા માટે સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ ઓન રાખવું પડે છે, અન્યથા ડેસ્કટોપ, લેપટોપ વગેરે મેસેજિંગનો લાભ લઈ શકતા નથી.

બીટા તબક્કામાં છે ફીચર
પ્રાથમિક સ્માર્ટફોન વિના ઉપકરણોને કનેક્ટ કરવાની સુવિધા બીટા તબક્કામાં છે અને અત્યારે તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. WhatsApp પર સેટિંગ્સ મેનૂમાં લિંક્ડ ડિવાઇસીસ વિકલ્પમાં બીટા તરીકે લેબલ કરાયેલ આ એક ઑપ્ટ-ઇન સુવિધા છે. ઉપરાંત, આ ફીચરને બંધ કર્યા પછી, એપ્લિકેશન તમામ ઉપકરણોમાંથી લોગઆઉટ થઈ જશે, જે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉપયોગી ફીચર સાબિત થશે. જો કે, કેટલાક નવા વિકલ્પો પણ હશે, જે વપરાશકર્તાઓ માટે ઉપયોગી સાબિત થશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઓફિસના કામ માટે ઉપયોગી
ઘણીવાર સ્માર્ટફોનમાં ચાર્જિંગ પુરુ થઇ જવુ અથવા તો બીજી તરફ અન્ય ઊપયોગ પણ ચાલુ હોય ત્યારે આ સ્થિતિમાં WhatsApp કમ્પ્યુટર અને લેપટોપ પર લોગિન રહેતુ નથી. હવે નવું ફીચર આવ્યા બાદ આ અસુવિધા નહીં રહે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંનેને સપોર્ટ કરશે. જોકે, કંપનીએ હજુ સુધી લોન્ચિંગ ટાઈમલાઈનનો ઉલ્લેખ કર્યો નથી.

અન્ય ફીચર પર પણ કામ કરી રહ્યું છે
WhatsApp અન્ય ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે. ડીલીટ ફોર એવરીવન વિકલ્પ 2017માં રજૂ કરવામાં આવ્યો હતો અને શરૂઆતમાં સાત સેકન્ડની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી, જે બાદમાં 2018માં વધારીને 4,096 સેકન્ડ કરવામાં આવી હતી. હવે, એક રિપોર્ટ અનુસાર, દરેક માટે ડિલીટનો ઉપયોગ કરવાની સમય મર્યાદા વધારી શકાય છે. રિપોર્ટ અનુસાર, iOS માટે WhatsApp બીટા (v2.21.220.15) એક નવું વિડિયો પ્લેબેક ઈન્ટરફેસ મેળવી રહ્યું છે, જેથી યુઝર્સ ફુલ સ્ક્રીનમાં વીડિયોને થોભાવી શકે અથવા પિક્ચર-ઈન-પિક્ચર વિન્ડો બંધ કરી શકે.

 

આ પણ વાંચો: આર્યન ડ્રગ્સ કેસમાંથી વાનખેડેને હટાવાયા, શું NCB અધિકારી સમીર વાનખેડે પ્રમાણિક હોવાનું આ પરિણામ છે ?

આ પણ વાંચોઃ T20 World Cup : આ વૈકલ્પિક ટીમ ઈન્ડિયા, કોહલી એન્ડ કંપનીને હરાવી શકે છે

Next Article