WhatsAppએ ભારતમાં ફક્ત ઓક્ટોબર મહિના દરમિયાન 2 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ બેન કર્યા, જાણો કારણ

|

Dec 02, 2021 | 1:19 PM

WhatsAppનું કહેવું છે કે નવા IT નિયમો (IT Rules 2021)ને અનુસરીને ઓક્ટોબર મહિના માટે આ પાંચમો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વપરાશકર્તાની ફરિયાદો અને સંબંધિત કાર્યવાહીની વિગતો સામેલ છે.

WhatsAppએ ભારતમાં ફક્ત ઓક્ટોબર મહિના દરમિયાન 2 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ બેન કર્યા, જાણો કારણ
WhatsApp

Follow us on

WhatsApp હવે ફેક ન્યૂઝ અને હેરાન કરનારા સમાચાર ફેલાવનારાઓ સામે સતર્ક થઇ ગયુ છે અને સતત કડક પગલાં લઈ રહ્યુ છે. ફેસબુકની (Facebook) માલિકીની કંપની વોટ્સએપે ઓક્ટોબર મહિનામાં 20 લાખથી વધુ એકાઉન્ટ્સ બંધ કર્યા છે.

WhatsAppએ નવા IT નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે. આ નિયમો હેઠળ વ્હોટ્સએપને સબ્સ્ક્રાઇબર્સ તરફથી 500 ફરિયાદો મળી છે. વોટ્સએપે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં પ્લેટફોર્મ પર 2,069,000 ભારતીય એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. વોટ્સએપનું કહેવું છે કે ભારતીય યુઝર્સના એકાઉન્ટની ઓળખ +91 ફોન નંબર દ્વારા થાય છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓ વચ્ચે દુરુપયોગને રોકવામાં WhatsApp મોખરે છે. કંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં સતત રોકાણ કર્યું છે. આ ઉપરાંત, કંપનીએ અન્ય અત્યાધુનિક ટેકનોલોજી, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોમાં રોકાણ કર્યું છે. કંપનીનો હેતુ તેના વપરાશકર્તાઓને સુરક્ષા પ્રદાન કરવાનો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

WhatsAppનું કહેવું છે કે નવા IT નિયમો (IT Rules 2021)ને અનુસરીને ઓક્ટોબર મહિના માટે આ પાંચમો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વપરાશકર્તાની ફરિયાદો અને સંબંધિત કાર્યવાહીની વિગતો સામેલ છે. સરેરાશ, WhatsApp દર મહિને તેના પ્લેટફોર્મ પર 8 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ પર ગેરવર્તણૂક માટે પ્રતિબંધ મૂકે છે. ભારતમાં 20 લાખથી વધુ ખાતાઓ પર મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

Pollution: કેન્દ્ર, દિલ્હી અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો 24 કલાકનો સમય, પ્રદૂષણ નિયંત્રણના પગલાં અંગે નક્કર પ્રસ્તાવ આપવો પડશે

આ પણ વાંચો –

Unseasonal Rains : રાજ્યના 129 તાલુકામાં છુટોછવાયો કમોસમી વરસાદ, ઉમરપાડામાં 6 ઇંચ વરસાદ, 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

આ પણ વાંચો –

IPL 2022: કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર આ રીતે બની જશે માલા-માલ,કરોડો રુપિયાનો થશે વરસાદ, નહીં જવુ પડે IPL Auction !

Next Article