Technology: શું હોય છે Server અને કેવી રીતે કરે છે કામ ? જાણો અહીં સરળ શબ્દોમાં

|

Dec 12, 2021 | 10:25 AM

ઓનલાઈન કામ કરતી વખતે, બેંક, સરકારી ઓફિસ કે એવી કોઈ સંસ્થામાં જતી વખતે જ્યારે કોઈ પણ ઓનલાઈન કામ અટકી જાય છે, ત્યારે એવું કહેવાય છે કે સર્વર ડાઉન છે. ત્યારે આવો જાણીએ શું હોય છે સર્વર.

Technology: શું હોય છે Server અને કેવી રીતે કરે છે કામ ? જાણો અહીં સરળ શબ્દોમાં
Server (Symbolic Image)

Follow us on

ઘણીવાર આપણે ઓનલાઈન કામ કરતી વખતે સર્વર (Server)ના નામનો ઉપયોગ કરીએ છીએ. ક્યારેક ઈન્ટરનેટ (Internet) કામ નથી કરતું તો કહેવાય છે કે સર્વર ડાઉન છે, થોડી વાર પછી પ્રયાસ કરો. ઓનલાઈન કામ કરતી વખતે, બેંક, ઓફિસ કે એવી કોઈ સંસ્થામાં જતી વખતે જ્યારે કોઈ પણ ઓનલાઈન કામ અટકી જાય છે, ત્યારે એવું કહેવાય છે કે સર્વર ડાઉન છે.

આજે આપણે સર્વર વિશે વાત કરીશું. સર્વરનું કામ ડેટા એકત્રિત કરવાનું અને તેની સાથે જોડાયેલા અન્ય ઉપકરણોને સુવિધાઓ પ્રદાન કરવાનું છે. જ્યારે કોઈને કોમ્પ્યુટરમાંથી કોઈપણ માહિતીની જરૂર પડે છે, ત્યારે તે માહિતી માટે તે સર્વરને માહિતી મોકલે છે, સર્વરને માહિતી મળતાં જ તે તરત જ માહિતી શોધનારને આપે છે.

સર્વર હાર્ડવેર અથવા સોફ્ટવેર (Software server)હોઈ શકે છે. જો આપણે હાર્ડવેર સર્વર (Hardware server)ની વાત કરીએ તો મજબૂત પ્રોસેસરવાળી હાર્ડ ડિસ્ક (Hard disk) પણ એક મોટું સર્વર છે. બીજી બાજુ, જો આપણે સર્વર સૉફ્ટવેર વિશે વાત કરીએ, તો તે હાર્ડવેર સર્વરનો ઉપયોગ કરીને વિવિધ નેટવર્ક્સ સેવા આપે છે. ચાલો સર્વર વિશે વિગતવાર જાણીએ.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

સર્વરનું કામ શું છે

કોઈપણ સંસ્થામાં જ્યાં ઈન્ટરનેટની સુવિધા હોય ત્યાં સર્વરની જરૂર હોય છે.
તેનો ઉપયોગ કરવાથી ઘણી વસ્તુઓ સરળ બની જાય છે.
તેમાં સમાવિષ્ટ કાર્યક્રમો સાથે, મોટા ઓનલાઈન કાર્યો, ગાણિતિક ગણતરીઓ, બેંકમાં મોટા વ્યવહારો, રસીદો બનાવા જેવા કાર્યો સુરક્ષા અને ગોપનીયતા સાથે મિનિટોમાં ખૂબ જ સરળતાથી કરી શકાય છે.

સર્વર કેવી રીતે કામ કરે છે

જ્યારે આપણે આપણા સ્માર્ટફોન અથવા મોબાઈલથી વેબસાઈટ ખોલીએ છીએ, ત્યારે મોબાઈલ/કમ્પ્યુટરનું ઉપકરણ સર્વરને માહિતી મોકલે છે. જે તે વેબસાઈટની માહિતી તે સર્વરમાં સેવ થાય છે જેમાંથી તે તમારા મોબાઈલ/કોમ્પ્યુટર સ્ક્રીન પર મોકલે છે.

ઉદાહરણ સાથે સમજીએ

ધારો કે તમે તમારા મોબાઇલ/સ્માર્ટફોન પર ફેસબુક ખોલવા માંગો છો. તમે Google પર Facebook ટાઈપ કરીને તમારું ID ખોલવા માંગો છો. આ પછી તમારી વિનંતી DNS સર્વર પર જશે. આ એક પ્રકારનું સર્વર છે. હવે DNS તમારા સર્ચ એન્જિનને Facebookનું IP એડ્રેસ આપશે. હવે આ IP એડ્રેસ દ્વારા તમારું સર્ચ એન્જીન ફેસબુકના સર્વરને જાણશે. આ પછી સર્વરને વિનંતી કરવામાં આવશે અને તે પછી સર્વર તમારી સ્ક્રીન પર ફેસબુક પેજ ખોલશે.

આ પણ વાંચો: Viral Video: પક્ષીઓેને દાણા ખવડાતા બાળકે જીત્યું બધાનું દિલ, લોકોએ કહ્યું ‘બાળકો ભગવાનનું બીજુ રૂપ’

આ પણ વાંચો: Success Story: એક ઝૂંપડીમાંથી કરી શરૂઆત, આજે મશરૂમની ખેતીથી કરે છે વર્ષની દોઢ કરોડની કમાણી

Next Article