
Vi એ પોતાના યુઝર્સને રાહત આપતા ત્રણ વધુ સસ્તા કૉલિંગ પ્લાન રજૂ કરી દીધા છે. રિપોર્ટ્સ અનુસાર, Vi એ આ પગલું Jio ના સસ્તા વોઇસ-ઓન્લી પ્લાન સામે આવ્યા પછી ભર્યું છે. કંપનીએ 142 રૂપિયા, 156 રૂપિયા અને 158 રૂપિયાના પ્લાન પોર્ટફોલિયોમાં સામેલ કર્યા છે. આ પહેલા પણ Vi એ ચાર કૉલિંગ પ્લાન રજૂ કર્યા હતા, જે 179, 185, 203 અને 206 રૂપિયાના હતા. આ પ્લાન Airtel ના સસ્તા કૉલિંગ પ્લાન સાથે મેળ ખાતા હતા. જોકે, હવે જે પ્લાન Vi એ ઉતાર્યા છે, તે Jio ના સસ્તા કૉલિંગ પ્લાન સાથે મેળ ખાતા લાગે છે.
આ રીતે Vi એ પોતાની બંને સ્પર્ધા તરફથી રજૂ કરવામાં આવેલા સસ્તા કૉલિંગ પ્લાનનો વિકલ્પ બજારમાં ઉતારી દીધો છે.
રિપોર્ટ્સ અનુસાર, Vi એ બીજો પ્લાન 156 રૂપિયામાં રજૂ કર્યો છે અને આમાં 30 દિવસની વેલિડિટી મળે છે. આમાં પણ તમને કોઈપણ ડેટા વિના અનલિમિટેડ કૉલિંગ અને 300 SMS મળશે.
Vi એ 155 રૂપિયા વાળા પ્લાન કરતાં માત્ર 2 રૂપિયા વધુમાં 158 વાળો પણ એક પ્લાન કાઢ્યો છે. આમાં પણ તમને ઇન્ટરનેટ ડેટા વિના અનલિમિટેડ કૉલ્સ અને 300 SMS જ મળશે. જોકે, આ એક મંથલી પ્લાન રહેશે અને જો તમે મહિનાની 6 તારીખે રિચાર્જ કરાવશો, તો તમારે આગળનું રિચાર્જ પણ આવતા મહિનાની 6 તારીખે જ કરાવવું પડશે.